Sat Sep 05 2026

Logo

ભારતનું 'ગોલ્ડ કેપિટલ': 99% લોકો નથી જાણતા આ શહેરનું નામ! જ્યાં ગલીએ ગલીએ થાય છે અબજોનો સોનાનો કારોબાર...

2026-05-13 22:33:35
Author: Darshana Visaria
ભારતનું 'ગોલ્ડ કેપિટલ': 99% લોકો નથી જાણતા આ શહેરનું નામ! જ્યાં ગલીએ ગલીએ થાય છે અબજોનો સોનાનો કારોબાર...

AI Generated Images


ભારત એ દુનિયામાં સોનાનો સૌથી મોટો ગ્રાહક દેશ છે, પરંતુ શું તમે જાણો છો કે દેશનું કયુ શહેર ગોલ્ડ કેપિટલ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાય છે? આ સવાલનો જવાબ મુંબઈ કે દિલ્હી નહીં, પણ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં આવેલું એક નાનકડું શહેર છે તો આ વાત માનવામાં આવે ખરું? કેરળના મધ્યમાં આવેલું ત્રિશૂર શહેર સોનાના અબજો રૂપિયાના કારોબાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચાલો તમને આજે આ વિશે વિસ્તારથી જણાવીએ... 

ત્રિશૂર ભારતનું સૌથી મોટું જ્વેલરી ઉત્પાદન, જથ્થાબંધ વેપાર અને રિટેઈલ કેન્દ્ર છે. અહીં હજારો નાની-મોટી વર્કશોપ આવેલી છે, જે આખા ભારતને સોનાના ઘરેણાં સપ્લાય કરે છે. દક્ષિણ ભારતની અડધાથી વધુ જ્વેલરી ડિઝાઈન્સ આ જ શહેરમાં તૈયાર થાય છે.

આ શહેરની ઓળખ તેની 'ટેમ્પલ જ્વેલરી' અને 'બ્રાઈડલ જ્વેલરી' છે. અહીંના સુવર્ણકારો પેઢી દર પેઢી સોનાની અદભૂત અને બારીક કોતરણી શીખતા આવ્યા છે. લાખો કારીગરો, ડિઝાઇનર્સ અને પોલિશર્સને આ ઉદ્યોગ સીધી રોજગારી પૂરી પાડે છે.

ભારતના અન્ય કોઈ પણ શહેરની સરખામણીએ ત્રિશૂરમાં જ્વેલરી શોરૂમની સંખ્યા સૌથી વધુ છે. શહેરનો આખો કોમર્શિયલ વિસ્તાર સોનાના ઝળહળાટથી દબદબો ધરાવે છે. અહીં બેંકો અને ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સનું મજબૂત નેટવર્ક વેપારીઓને સરળતાથી લોન અને ટ્રાન્ઝેક્શનમાં મદદ કરે છે.

ત્રિશૂરની અર્થવ્યવસ્થા મુખ્યત્વે સોનાના વેપાર પર જ નિર્ભર છે. સોનાના વેચાણ અને નિર્માણ ક્ષેત્રે આ શહેરનું વર્ચસ્વ એટલું છે કે તે ભારતની જ્વેલરી મેકિંગ કળાની સમૃદ્ધિનું જીવંત પ્રતીક બની ગયું છે.