Wed Sep 16 2026

Logo

કર્ણાટક: યાદગીરની ફેકટરીમાં કેમિકલ લીક થવાથી દુર્ઘટના, 3 શ્રમિકોના ગુંગળાઇ જવાથી મોત, બેની હાલત ગંભીર

2026-08-05 12:12:00
Author: Mumbai Samachar Team
કર્ણાટક: યાદગીરની ફેકટરીમાં કેમિકલ લીક થવાથી દુર્ઘટના, 3 શ્રમિકોના ગુંગળાઇ જવાથી મોત, બેની હાલત ગંભીર

યાદગીરઃ કર્ણાટકની એક ફેક્ટરીમાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઇ. ફેક્ટરીમાં કેમિકલ લીક થવાથી 3 મજૂરોના ગુંગળામણથી મોત થઇ ગયા. આ ઘટના કદેચુર –બડિયાલ ઇન્સ્ટ્રિયલ એરિયાની છે. 

મૃતક તેલંગાણા અને મધ્ય પ્રદેશના રહેવાસી હતા. તેમની ઓળખ તેલંગાણાના મહેબૂબનગર જિલ્લાના કટલા ગણેશ અને મધ્ય પ્રદેશના કટની જિલ્લાના વિક્રમ સિંહ ગોંડા અને સંજય સિંહ ગોંડા તરીકે થઇ છે. 

પોલીસે બુધવારે આ બાબતની માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. બંને વ્યક્તિઓ આંધ્રપ્રદેશના નિવાસી છે. બંને ઘાયલોની ઓળખ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના રહેવાસી તરીકે થઈ છે. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ફેક્ટરીમાં કામ બંધ, પોલીસ તપાસ શરૂ

અકસ્માત પછી એહિયાત (સાવચેતી)ના ભાગરૂપે ફેક્ટરીમાં કામકાજ રોકી દેવામાં આવ્યું છે. પોલીસે સૈદાપુર પોલીસ સ્ટેશનમાં મામલો નોંધી લીધો છે અને કેમિકલ લીક થવાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.