Mon Oct 05 2026

Logo

આચમનઃ પરિવર્તન સંસારનો નિયમ: વાલિયામાંથી વાલ્મીકિ થવાનો આ સમય

2026-08-31 10:56:00
Author: Anwar Valiani
આચમનઃ પરિવર્તન સંસારનો નિયમ: વાલિયામાંથી વાલ્મીકિ થવાનો આ સમય

અનવર વલિયાણી

જીવનમાં સતત આવનારાં પરિવર્તન પછીની લાયકાતો ને લાયકની પરીક્ષામાં પાસ ન થનાર વિદ્યાર્થીને ઉપલી કક્ષમાં ચઢાવવામાં આવતો નથી.

ડાયનોસોર જેવા અમુક શક્તિશાળી પ્રાણીઓ પણ પ્રકૃતિ, કુદરત, જંગલ, ખોરાક, વાતાવરણમાં કાળક્રમે થયેલાં પરિવર્તનને અનુરૂપ ન થતાં નામશેષ થઈ ગયાં.
નવું કેલિબર, જ્ઞાન, કળા, માહિતીઓ, સાધનો, કુશળતા અને યંત્રો તથા જગતમાં આવનારાં પરિવર્તનને લાયક ન બનીએ તો જૂનવાણીમાં ગણાઈએ.

 નવું જગત બહાર હડસેલી દેશે.
- ધર્મતેજ પૂર્તિના વહાલા શ્રદ્ધાળુ વાચક બિરાદરો!
* વાલિયામાંથી વાલ્મીકિ તો જ થાય જો પ્રભુવચનો અને અંતકરણમાં પ્રભુ દ્વારા અપાતી સલાહ અને લક્ષ્મણ રેખા પ્રમાણે જીવનમાં પરિવર્તન લાવીએ, નહીં તો આસુરી વૃત્તિ અને દુર્ગુણોયુક્ત જીવન વિતે.

- બળતણ ઊર્જામાં
* લાકડાં, કોલસા, ઘાસલેટ અને પેટ્રોલ ગયા સમજો, ગેસ, વીજળી અને હવે સૌર ઊર્જા આવી.
* તાર-ટેલીગ્રાફ, ટેલીપ્રિન્ટર, ટાઈપ રાઈટર અને ફેક્સના બદલે ઈ-મેલ અને એસએમએસ આવ્યા.

- દંગો, ધરતીકંપ, મૃત્યુ, આગ, જ્વાળામુખી, નવા કાયદા, તેજી-મંદી, ડાયવોર્સ, નવી શોધ, ચેપી બીમારીઓ, યુદ્ધ, હુલ્લડ, લૂંટ-ચોરી, નોકરી જવી, અકસ્માત, બિલ્ડિંગ કે રહેઠાણનું પડી જવું વગેરે વગેરે વ્યક્તિના- આપણા હાથમાં નથી.
પણ - તેવે વખતે આપણા પ્રત્યાઘાતો-રિએકશન-પૂર્વ તૈયારી-પ્રિકોશન આપણા હાથમાં છે.

વહાલા વાચકો જીવનમાં સતત આવનારાં પરિવર્તનોની તૈયારી રૂપે જ- બચત, ઈન્સ્યુરન્સ, મેડિક્લેમ, નવું નવું વાંચન, શિક્ષણ, સતત જાગૃતિ, શારિરીક સ્વાસ્થ્ય તથા ગમે તેવી કટોકટીમાં કામ આવે તેવા મિત્રો, સંગાઓ સાથેના સંબંધોમાં સમય આપવો જોઈએ. સ્થિતિ પ્રજ્ઞતા કેળવવી જોઈએ, ઈશ્ર્વર, અલ્લાહ, પ્રભુએ આપેલા જ્ઞાન-નેક સલાહ અનુસાર ચાલવું જોઈએ. જે વાંચો, શીખો તેનો અમલ કરવો પણ જરૂરી છે અને તેને આદત-સિસ્ટમમાં ઊતારવું-અપનાવવું-અમલમાં મૂકવું જરૂરી છે.

જન્મ સમયે કે પાછળથી મળેલ અપંગતા, ખામીઓ-ગરીબી, જાતતપાસનું લેબલ ને જ્ઞાન, સાધના, સાહસ અને મક્કમ નિર્ધાર વડે પોતાનું અને કોમ-સમાજનું પરિવર્તન કરનારા પણ હતા અને છે.

આવી વ્યક્તિઓ-વિભૂતિઓ પર પ્રભુ કૃપા પણ વરસે છે. તેમને દૈવી મદદો પણ મળે છે. કેટલાકે ઑલિમ્પિક રેકર્ડ પણ રચ્યા છે. ઉદાહરણ તરીકે મેડમ ક્યુરી, બિથોવન, બ્રેઈલ લિપિના શોધક બ્રેઈલ, ડૉ. આંબેડકર, સોક્રેટિસ, ઠક્કરબાપા, એડીસન, ગ્રેહામબેલ, ગ્રુનો, અબ્રાહમ લિંકન, સ્ટીફન હોક્ધિસ, મંડેલા, માર્ટીન લ્યુથર કિંગ, સંત કબીર... વગેરે વગેરે. કેટલીક વિભૂતિઓએ તો નવા ધર્મો જ સ્થાપ્યા. 

* ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, જિસસ, હઝરત મહંમદ સાહેબ, મોઝેઝેઝ, ઓશો વગેરે...
વહાલા વાચકો! પરિવર્તન એટલે મેકઅપ નહીં, પણ સંપૂર્ણપણે મેકઓવર. એક નવો જ ધર્મ...!
બોધ: પરિવર્તન એ સંસારનો નિયમ જે ગઈકાલે હતું તે આજે નથી અને જે આજે છે તે આવતી કાલે નહીં હોય

- ભગવદ ગીતાનો આ સાર જગતનું અસ્તિત્વ છે ત્યાં સુધી રહેશે. કદીએ મિથ્યા નહીં થાય. પરિવર્તન એટલે મેકઅપ નહીં પણ સંપૂર્ણપણે મેકઓવર.
*  *  *
સોનાની વાત: મનુષ્ય શરીર કરતાં આંખથી, મનથી વધારે પાપ કરે છે.