Mon May 04 2026

Logo

થાણે કોર્ટે અપહરણ અને બળાત્કારના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો

2026-05-04 17:38:46
Author: યોગેશ ડી. પટેલ
Article Image

થાણે: થાણે કોર્ટે અપહરણ અને બળાત્કારના કેસમાં 27 વર્ષના યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પીડિતા પુખ્ત વયની હતી અને તે સ્વેચ્છાએ યુવક સાથે ગઇ હતી.પીડિતા પુખ્થ વયની હોવાથી તે પોતાના નિર્ણયો લેવા માટે સક્ષમ હતી, એમ વિશેષ પોક્સો કોર્ટનાં જજ રૂબી યુ. માણવનકરે 24 એપ્રિલે આપેલા આદેશમાં જણાવ્યું હતું.પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે કલવા વિસ્તારના રહેવાસી શશિકપૂર શ્યામલાલ ગુપ્તા વિરુદ્ધ 25 જાન્યુઆરી, 2020ના રોજ ગુનો દાખલ કરાયો હતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે તેની 16 વર્ષની પુત્રી તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું.

દરમિયાન પોલીસે પીડિતા અને આરોપીને ઉત્તર પ્રદેશના આઝમગઢથી શોધી કાઢ્યાં હતાં, જ્યાં બંનેએ દાવો કર્યો હતો કે ગુજરાતના સુરત જતા પહેલા તેમણે લગ્ન કરી લીધા હતાં.આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો નોંધાયો હતો. ટ્રાયલ દરમિયાન તપાસકર્તા પક્ષે પીડિતા, તેના પિતા અને અન્ય એક સાક્ષીદારને ચકાસ્યા હતા. 

‘એવું લાગે છે કે એ સમયે પીડિતા પુખ્ત વયની હતી. 18થી 19 વર્ષની હતી અને તેથી તે પોતાના નિર્ણયો લેવા સક્ષમ હતી, એમ જજે નોંધ્યું હતું.પીડિતાએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે તેણે પોતાની મરજીથી ઘર છોડ્યું હતું અને પોતાની સહમતી આપી હતી. સંબંધની સ્વૈચ્છિક પ્રકૃતિ અને પીડિતાની સગીર સ્થિતિ પુરવાર કરતા પુરાવાના અભાવ પર ભાર મૂકતાં કોર્ટ જણાવ્યું હતું કે જાતીય સંભોગ આઇપીસી અથવા પોક્સો એક્ટ હેઠળ ગુનો નથી. (પીટીઆઇ)