Sat May 09 2026

Logo

તામિલનાડુમાં 'થલાપતિ' વિજયની સરકાર બનશે? VCK ના સમર્થન સાથે બહુમતીનો આંકડો વટાવ્યો

2026-05-09 17:08:58
Author: Vimal Prajapati
Article Image

તમિલનાડુમાં વિજયની પાર્ટી સરકાર બનાવવા માટે મથામણ કરી રહી છે. તેવામાં ફરી VCK સમર્થન આપી શકે છે તેવી અટકળો શરૂ થઈ છે. VCK ના ધારાસભ્યોના ટેકા મળે તો વિજય પાસે 118 ની બહુમતી થઈ જશે. આ પહેલા વિજય પાસે TVK + કોંગ્રેસ + CPI પાર્ટીના 116 ધારાસભ્યોનું સમર્થન હતું.  TVK ના જનરલ સેક્રેટરી (એન. આનંદ) અને VCK ચીફ (થોલ. થિરુમાવલવન) વચ્ચેની મુલાકાત બાદ આ 'અનકન્ડિશનલ' સપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવે ટીવીકે પાસે સરકાર બનાવવા માટે બહુમતી છે. 

થલાપતિ વિજય માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વિજયની પાર્ટી ટીવીકેને તમિલનાડુમાં વીસીકે તરફથી સમર્થન પત્ર મળ્યો છે. આ સાથે થલાપતિ વિજય માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો છે. આ વખતે, વીસીકેએ સત્તાવાર રીતે સમર્થન પત્ર સોંપ્યો છે; તેનો એક ફોટોગ્રાફ પણ સામે આવ્યો છે. હવે વિજય રાજ્યપાલ પાસે જઈને તમિલનાડુમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. 

સમર્થકોની સહી સાથેના પત્રો હવે રાજ્યપાલ પાસે જશે

બહુમતી સાબિત કરતા સહી કરેલા પત્રો હવે ગવર્નર ઓફિસમાં જમા થશે. પરંતુ હજી શંકાના વાદળો તો ઘેરાયેલા જ રહેવાના છે. શપથ ગ્રહણ સમારોહ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો હવે કોઈ પાર્ટી પોતાનું સમર્થન પાછું ના ખેંચે તો સી. જોસેફ વિજય તમિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ શકે છે. વિજયની પાર્ટી પોતાની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો પર વિજય થઈ છે, જે ખરેખર મોટી વાત છે. મોટી સંખ્યામાં બેઠકો તો હાંસલ કરી પરંતુ સરકાર બનાવવા માટે 118 બેઠકનું સમર્થન હોવું અનિવાર્ય છે. એટલે મામલો અટવાયો હતો. પરંતુ હવે વીસીકેનું સમર્થન મળતા વિજય મુખ્ય પ્રધાન બનશે તેવું લાગશે.