Sat Sep 12 2026

Logo

તમિલનાડુમાં 'થલાપતિ' વિજયનો આજે રાજ્યાભિષેક, TVK સરકારમાં કોને કયો વિભાગ મળશે? આ રહી યાદી

2026-05-10 08:56:00
Author: Vimal Prajapati
તમિલનાડુમાં 'થલાપતિ' વિજયનો આજે રાજ્યાભિષેક, TVK સરકારમાં કોને કયો વિભાગ મળશે? આ રહી યાદી

તમિલનાડુના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાયો છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી TVK આજે શપથ ગ્રહણ કરવા જઈ રહી છે. વર્ષોથી ચાલી આવતા ડીએમકે (DMK) અને એઆઈડીએમકે (AIADMK) ના દબદબાને તોડીને વિજયે 108 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા જ સંભવિત મંત્રીમંડળની યાદી સામે આવી છે, જેમાં કયા મંત્રીને કયો વિભાગ સોંપવામાં આવશે તેવી વિગતો જાણીએ.. 

'થલાપતિ'ની વિજય સેનાની યાદી

ટીવીકે સરકારના કેબિનેટની વાત કરવામાં આવે તો, વિજયની વિજય સેનાની વલાત કરવામાં આવે તો, એન. આણંદ, આધવ અર્જુન, ડો.કે.જી. અરુણરાજ, કે.એ. સેંગોટ્ટાઇયન, પી. વેંકટરામનન, આર. નિર્મલકુમાર, થીરુ રાજમોહન, ડો.ટી.કે. પ્રભુ અને સેલ્વી એસ. કીર્થાનાએ શપથ લીધા છે.

ચૂંટણીના પરિણામો પર એક નજર

23 એપ્રિલ 2026 ના રોજ યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થયા હતા. આ પરિણામોમાં TVK એ 108 બેઠકો જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી બની છે. અન્ય પક્ષોની સ્થિતિની વાત કરવામાં આવે તો, TVKને 108 બેઠકો, DMKને 59 બેઠકો, AIADMKને 47 બેઠકો, કોંગ્રેસને 05 બેઠકો અને PMKને 04 બેઠકો મળી હતી. થલાપતિ વિજય પર જનતાએ મૂકેલો આ અપ્રતિમ વિશ્વાસ હવે તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત કરી રહ્યો છે.