Fri Sep 04 2026

Logo

આસામ CMની પત્ની એ દાખલ કરેલી FIR સામે પવન ખેરાને રાહત: હાઈકોર્ટએ જામીન મંજુર કર્યા

2026-04-10 15:15:00
Author: Savan Zalariya
આસામ CMની પત્ની એ દાખલ કરેલી FIR સામે પવન ખેરાને રાહત: હાઈકોર્ટએ જામીન મંજુર કર્યા

હૈદરાબાદ: આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાની પત્ની રિંકી ભૂયાન સરમા પાસે એકથી વધુ પાસપોર્ટ હોવા આરોપ લગાવીને કોંગ્રેસના નેતા અને પ્રવક્તા પવન ખેરાને મુશ્કેલીમાં મુકાયા છે. રિંકી ભૂયાન સરમાની ફરિયાદને આધારે ખેરા સામે FIR નોંધવામાં આવી છે. એવામાં તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે પવન ખેરા રાહત આપતા આગોતરા જામીન મંજૂર કર્યા છે.

તેલંગાણા હાઈકોર્ટના ન્યાયાધીશ કે. સુજાનાએ જમીન મંજુર કરતા કહ્યું, "અરજદારને સંબંધિત કોર્ટ સમક્ષ અરજી દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવે છે... અરજદારને શરતોને આધીન એક અઠવાડિયા માટે રાહત આપવામાં આવે છે." 

પવન ખેરા વિરુદ્ધ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા(BNS) ની કલમ 175, 35, 36, 318,338, , 337, 340, 352 અને 356 હેઠળ FIR નોંધવામાં આવી છે.

પવન ખેરાએ હૈદરાબાદમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટમાં આસામ પોલીસ વતી હાજર રહેલા દેવજીત સૈકિયાએ દલીલ કરી હતી કે જ્યારે અધિકારીઓ તેમના દિલ્હી નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેઓ વિમાનમાં બેસી દિલ્હીથી હૈદરાબાદ પહોંચી ગયા હતાં.

ખેરા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે રાજકીય બદલો લેવાના આશયથી ફોજદારી કાર્યવાહી કરવામાંઆવી રહી છે.

પવન ખેરાએ આરોપ લગાવ્યો હતો કે આસામના મુખ્ય પ્રધાન પત્ની રિંકી ભૂયાન શર્મા પાસે ભારત ઉપરાંત અન્ય દેશોના પાસપોર્ટ છે અને વિદેશમાં સંપત્તિ તેમની છે,  હિમંતા સરમાએ ચૂંટણીના સોગંદનામામાં આ સંપતિ જાહેર કરી નથી.