Mon Sep 28 2026

Logo

લગ્નેતર સંબંધો પર તનિષા મુખર્જીનો મોટો ધડાકો! કહ્યું કે, પરિણીત સાથે અફેર એ... તમે જ વાંચી લો...

2026-09-16 18:50:19
Author: Darshana Visaria
લગ્નેતર સંબંધો પર તનિષા મુખર્જીનો મોટો ધડાકો! કહ્યું કે, પરિણીત સાથે અફેર એ... તમે જ વાંચી લો...

બોલીવૂડ એક્ટ્રેસ કાજોલની બહેન અને એક્ટ્રેસ તનિષા મુખર્જી ભલે ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર રહી હતી હોય પરંતુ તે પોતાના બેબાક અંદાજ અને સ્પષ્ટ વક્તવ્ય માટે જાણીતી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તનિષાએ લગ્નેતર સંબંધો અને પરિણીત પુરુષો સાથે સંબંધ બાંધતી મહિલાઓ સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે. તનિષાએ આવા સંબંધોને કોઈપણ પત્નીના આત્મસન્માન પર મોટો પ્રહાર ગણાવ્યો છે.

તનિષાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લગ્ન જેવા પવિત્ર બંધનમાં હોવા છતાં અન્ય મહિલા તરફ આકર્ષાતા પુરુષો ચરિત્રહીન હોય છે, અને જે સ્ત્રીઓ જાણીજોઈને પરિણીત પુરુષો સાથે સંબંધ રાખે છે તેઓ અન્ય મહિલાના ઘર અને સન્માન સાથે અન્યાય કરે છે.

તનિષાએ જણાવ્યું કે જ્યારે કોઈ મહિલા જાણતી હોય કે સામેનો પુરુષ પહેલેથી જ પરિણીત છે, છતાં તેની સાથે સંબંધ બાંધે છે, ત્યારે તે એક પત્ની અને અન્ય મહિલાના અસ્તિત્વનું ઘોર અપમાન કરે છે. સ્ત્રી-સશક્તિકરણની વાતો વચ્ચે બીજી મહિલાનું ઘર તોડવું કે તેના અધિકાર પર તરાપ મારવી એ કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં.

તનિષાએ માત્ર મહિલાઓ પર જ નહીં પરંતુ પરિવાર અને પત્નીને દગો આપનારા પુરુષો સામે પણ આકરા પ્રહારો કર્યા. તેણે કહ્યું કે જે પુરુષ પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર રહી શકતો નથી, તેનું કોઈ ચરિત્ર હોતું નથી. સામાન્ય રીતે આવા મામલાઓમાં માત્ર બીજી મહિલાને દોષિત ગણવામાં આવે છે, પરંતુ ખરી જવાબદારી એ પરિણીત પુરુષની છે જેણે સાત ફેરા લઈને પત્નીને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું હતું.

વાત કરીએ તનિષાના ફિલ્મી કરિયરની તો 2003માં ફિલ્મ શ...થી તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે કરણ નાથ અને ડિનો મોરિયા પણ જોવા મળ્યા હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ સારું પર્ફોર્મ કરી શકી નહોતી. ત્યાર તનિષાએ સરકાર, નીલ એન નિક્કી, અને તમિળ ફિલ્મ ઉન્નાલે ઉન્નાલે જેવી ફિલ્મોમાં કર્યું હતું. ફિલ્મો સિવાય તનિષાએ રિયાલિટી શોના માધ્યમથી પણ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી જેમ કે બિગ બોસ, ફિયર ફેક્ટર, ઝલક દિખ લા જા જેવા શોનો સમાવેશ થાય છે. છેલ્લે 2024માં તનિષા લવ યુ શંકરમાં જોવા મળી હતી.