Mon Sep 07 2026

Logo

કાપડ નિકાસમાં તમિલનાડુ ભારતમાં પ્રથમ ક્રમે: ગુજરાત અને મહારાષ્ટ્રને પછાડ્યા

2026-03-20 16:30:00
Author: Mumbai Samachar Team
કાપડ નિકાસમાં તમિલનાડુ ભારતમાં પ્રથમ ક્રમે: ગુજરાત અને મહારાષ્ટ્રને પછાડ્યા

ચેન્નઈ: તમિલનાડુ કાપડ નિકાસમાં ભારતના ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૭૯૯૭.૧૭ મિલિયન ડૉલરનો શિપમેન્ટ રેકોર્ડ કર્યા છે, જે છેલ્લા ચાર વર્ષમાં ૨૯.૧૨ ટકાનો વધારો દર્શાવે છે, એમ સરકારે જણાવ્યું હતું.

ગુજરાત ૫૬૪૬.૦૧ મિલિયન ડોલરની નિકાસ સાથે બીજા ક્રમે રહ્યું છે, ત્યાર બાદ મહારાષ્ટ્ર 3,831.29 ૩૮૩૧.૨૯ મિલિયન ડોલરની નિકાસ સાથે બીજા ક્રમે રહ્યું હતું. ૨૦૨૦_૨૧માં, તમિલનાડુની કાપડ નિકાસ ૬૧૯૩ મિલિયન ડોલરની રહી હતી. 

મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને જણાવ્યું હતું કે તમિલનાડુએ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા સ્પર્ધકોને સફળતાપૂર્વક પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. દ્રવિડિયન મોડેલ સરકારના આયોજનબદ્ધ પગલાંને કારણે એકંદરે ભારતની નિકાસમાં, તમિલનાડુનો હિસ્સો ૨૧.૮૪ ટકા છે, એવું તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું.

વાણિજ્યિક વિશ્લેષણના ડેટા માટે રાષ્ટ્રીય-આયાત-નિકાસ રેકોર્ડ મુજબ, ભારતમાંથી મોકલવામાં આવેલા કાપડ માલનું મૂલ્ય ૩૬૬૧૦ મિલિયન ડોલર હતું, જેમાંથી તમિલનાડુનો હિસ્સો ૭૯૯૭.૧૭ મિલિયન ડોલર હતો.