Mon Sep 07 2026

Logo

તમિલનાડુમાં રાજકારણ ગરમાયું, ડીએમકે અને ટીવીકે  દેવા મુદ્દે આમને સામને

2026-05-10 19:45:34
Author: Chandrakant Kanoja
તમિલનાડુમાં રાજકારણ ગરમાયું, ડીએમકે અને ટીવીકે  દેવા મુદ્દે આમને સામને

ચેન્નાઈ: તમિલનાડુમાં નવી સરકારની રચના સાથે જ રાજકારણ ગરમાયું છે.જેમાં નવા મુખ્યમંત્રી વિજયે ડીએમકે પર આરોપ લગાવ્યો હતો કે પાછલી સરકાર 10 હજાર કરોડનું દેવું મૂકીને ગઇ છે અને તિજોરી ખાલી છે. ત્યારે ડીએમકે  પ્રમુખ એમ.કે. સ્ટાલિને સીએમ વિજય પર કટાક્ષ કરીને કહ્યું છે કે હવે એમ ના કહેતા કે નાણાં નથી. 

વિજયના આરોપો પર પ્રતિક્રિયા આપી 

ડીએમકે  પ્રમુખ  સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સરકાર પાસે સંસાધનોની કમી નથી. પરંતુ જનતા સુધી પહોંચવા માટે ક્ષમતા અને ઇચ્છાશક્તિની જરૂર છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીના બજેટમાં રાજ્યની નાણાકીય સ્થિતિ પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવી હતી. તેમણે વિજયના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંપૂર્ણ માહિતી વિના એવું કહેવું યોગ્ય નથી કે સરકાર પાસે પૈસા નથી.

નવું નેતૃત્વ શાસનના અનુભવ સાથે આ પાસાઓને સમજશે

આ ઉપરાંત સ્ટાલિને કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવાનો કોઈ પ્રયાસ ન થવો જોઈએ. તેમણે કહ્યું કે સરકાર ચલાવવાના વાસ્તવિક પડકારોને સમજવું મહત્વપૂર્ણ છે.સ્ટાલિને કહ્યું કે લોકોને આપવામાં આવેલા વચનો અને વહીવટી પડકારોની વાસ્તવિકતા સમય જતાં સમજાશે. તેમણે એમ પણ કહ્યું કે નવું નેતૃત્વ શાસનના અનુભવ સાથે આ પાસાઓને સમજશે.