Tue Oct 06 2026

Logo

મ્યૂલ બેંક ખાતા અને સાયબર ફ્રોડ રોકવા SOP તૈયાર કરો: સુપ્રીમ કોર્ટનો RBIને આદેશ

2026-08-05 14:38:07
Author: Mumbai Samachar Team
મ્યૂલ બેંક ખાતા અને સાયબર ફ્રોડ રોકવા SOP તૈયાર કરો: સુપ્રીમ કોર્ટનો RBIને આદેશ

ડિજિટલ એરેસ્ટ અને નાણાકીય ઠગાઈનો ભોગ બનેલા લોકોને ઝડપથી નાણાં પરત અપાવવા સર્વોચ્ચ અદાલતની મહત્વપૂર્ણ સૂચનાઓ

નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ને મ્યૂલ અકાઉન્ટ્સ સહિતના બૅન્ક ખાતાંને સંબંધિત સાયબર ફ્રૉડ્સ સામે પગલાં લેવા સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રૉસિજર (એસઓપી) તૈયાર કરવા અને તેને જાહેર કરવા મંગળવારે આદેશ આપ્યો હતો.

દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી તેમ જ ન્યાયાધીશ વી. મોહનની બનેલી બૅન્ચે સાયબર ફાઇનાન્શિયલ ફ્રૉડને રોકવા વિવિધ માટે કોઇની ફરિયાદ કે અરજી વિના જાતે મુદ્દે નિર્દેશ આપ્યા હતા. જ કેસ હાથ ધરીને સંબંધિત આદેશ આપ્યા હતા.

બૅન્ચે દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો અને લૉ એન્ફૉર્સમેન્ટ એજન્સીઝને સાયબર ફાઇનાન્શિયલ ફ્રૉડનો ભોગ બનેલા લોકોની સમસ્યા ઉકેલવા અને તેઓએ ગુમાવેલા નાણાં જલદી પાછા અપાવવા ખાસ યંત્રણા ઘડી કાઢવા સૂચના આપી હતી.

સર્વોચ્ચ અદાલતે ‘બનાવટી દસ્તાવેજો દ્વારા ડિજિટલ અરૅસ્ટનો ભોગ બનતા લોકો માટે કોઈની ફરિયાદ કે અરજી વિના જાતે જ કેસ હાથ ધરીને સંબંધિત આદેશ આપ્યા હતા. બૅન્ચે આરબીઆઇને એસઓપીની નકલ બધી વડી અદાલતના રજિસ્ટ્રાર જનરલને આપવાનો હુકમ કર્યો હતો. 

તેણે બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાયબર ફાઇનાન્શિયલ ફ્રૉડ રોકવા માટેની યંત્રણાની માહિતી નાગરિકોને આપવાની સૂચના આપી હતી.

બૅન્ચે જણાવ્યું હતું કે બધી વડી અદાલતોના રજિસ્ટ્રાર જનરલે અન્ય નીચલી અદાલતોને સાયબર ફ્રૉડનો ભોગ બનેલા લોકોના નાણાં જલદી પાછા અપાવવાની પ્રક્રિયા અંગે જાણ કરવી પડશે. બૅન્ક ખાતાં સ્થગિત કરવા અને તેને લગતી સમસ્યા ઉકેલવા ઝડપી પગલાં લેવાની સૂચના આપી હતી.

બૅન્ચે ડિજિટલ અરૅસ્ટ કૌભાંડ રોકવા અને તેનો ભોગ બનેલા લોકોના નાણાં પરત રાજ્ય દીઠ અને બૅન્ક દીઠ સાયબર અપાવવા ઝડપી પગલાં લેવા કેન્દ્ર દ્વારા ફાઇનાન્શિયલ ફ્રૉડની અને ઉકેલાયેલા રચાયેલી ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટીને બૅન્કો આવા કેસની સંખ્યા જણાવવા પણ હુકમ અને અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે કરાયો હતો. જરૂરી સહીસલામત કરવાનો આદેશ આપ્યો સર્વોચ્ચ અદાલતે સાયબર ફ્રૉડની તપાસમાં હતો.