Tue Oct 06 2026

Logo

સુપ્રીમ કોર્ટે જંતર મંતર મુદ્દે રચાયેલી હાઇ પાવર્ડ કમિટીમાં બદલાવને નકાર્યો

2026-09-16 15:59:12
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટે જંતર મંતર મુદ્દે રચાયેલી હાઇ પાવર્ડ કમિટીમાં બદલાવને નકાર્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જંતર મંતર મુદ્દે રચાયેલી હાઇ પાવર્ડ કમિટીને તપાસ આગળ વધારવા માટે નિર્દેશ આપ્યા છે. તેમજ તપાસ સમિતિમાં કોઇપણ બદલાવનો ઇન્કાર કર્યો હતો. 

નુકશાન સાથે જોડાયેલા કેસની તપાસ કરે

કોર્ટે કહ્યું કે કમિટી સૌ પ્રથમ પ્રદર્શનમાં પેલેટ ગનનો ઉપયોગ, મહિલા પ્રદર્શનકારી ઓને નિશાન બનાવવા અને તેમની સાથેના  કથિત ગેરવ્યવહાર, હિંસા અને બંને પક્ષોને થયેલા નુકશાન સાથે જોડાયેલા કેસની તપાસ કરે. સીજેઆઈ સૂર્યકાંતની અધ્યક્ષતા વાળી બેન્ચે આ આદેશ આપ્યા છે. 

સુપ્રિમ કોર્ટ દ્વારા અમુક પ્રશ્નોની માંગણીને સ્વીકારવામાં નથી આવી

સુપ્રિમ કોર્ટ દ્વારા અમુક પ્રશ્નોની માંગણીને સ્વીકારવામાં નથી આવી.  જેમાં હાઇ પાવર્ડ કમિટીમાં બદલાવની માંગ કરવામાં આવી હતી. ન્યાયાધીશે કહ્યું કે કમિટી હજુ પણ તેની તપાસ શરૂ કરી નથી અને તેના વિરુદ્ધ ધારણા પહેલાથી જ બનેલી વિચારના આધાર પર પ્રશ્ન ઉઠાવશે. કોર્ટ દ્વારા સાફ કરવામાં આવ્યું છે કે હાઇ પાવર્ડ કમિટીનું કામ નિષ્પક્ષ અને પારદર્શક પદ્ધતિઓથી અદાલતની મદદ કરવી છે. કમિટી કોઈ એક પક્ષના હિતમાં કામ કરવા માટે નથી બનાવી. 

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે હાઇ પાવર્ડ કમિટીને નિર્દેશ આપ્યો હતો કે નબળા સાક્ષીને સુરક્ષા પૂરી પાડવામાં આવે. તેમજ  સાક્ષીઓના નિવેદનો અને તેમના દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાઓની સંપૂર્ણ ગુપ્તતા જાળવી રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ હેતુ માટે એક  ઓનલાઇન પોર્ટલ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેથી સાક્ષીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ દસ્તાવેજો અને પુરાવા સબમિટ કરી શકે. 

ઉલ્લેખનીય છે કે, જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લગતી બાબતની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે ગયા મહિને જ આ હાઈ-પાવર્ડ કમિટીની રચના કરવાની જાહેરાત કરી હતી.