સુપ્રીમ કોર્ટે દેશમા મૃત્યુદંડ આપવા માટે ફાંસીના બદલે કોઇ ઓછી પીડાદાયક વિકલ્પ જેવા કે ઝેરનું ઇન્જેક્શન કે ગોળી મારવાને અપનાવવાની માંગવાળી અરજી ને ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે નિર્ણય સંભળાવતા સ્પષ્ટ કર્યું કે ભારતમાં સજા-એ-મોત માટે ફાંસીની પ્રક્રિયા જ લાગુ રહેશે. અદાલતે આ વિષય પર અગાઉ આપવામાં આવેલા 3 મુખ્ય નિર્ણયોને મોટી બેંચની પાસે મોકલવાની અરજદારની માંગને પણ અનુચિત ગણી ફગાવી દીધી.
અરજદારનો તર્ક
વકીલ ઋષિ મલ્હોત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીમાં ફાંસીની પ્રક્રિયાને અત્યાધિક દર્દનાક, ક્રૂર અને અમાનવીય ગણાવી હતી. ફાંસી બાદ વ્યક્તિને મૃત જાહેર કરવામાં લગભગ 40 મિનિટ લાગે છે, જ્યારે ઝેરનું ઇન્જેક્શન કે ગોળી મારવા જેવા વિકલ્પોમાં મોતની પ્રક્રિયા 5 મિનિટમાં પૂરી થઇ થાય છે.
કાયદાકીય- બંધારણીય માંગ
સીઆરપીસીની કલમ 354(5)ને ગેરબંધારણીય જાહેર કરવા અને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ 'સન્માનની સાથે મરવાનો અધિકારને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપવાનો અનુરોધ કરવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનો હવાલો આપતા માંગ કરવામાં આવી કે મૃત્યુદંડમાં લઘુતમ શારીરિક પીડા સુનિશ્ચિત કરનારી રીતો અપનાવી જોઇએ.
ભવિષ્યમાં સમીક્ષા અને કેન્દ્રને સ્વતંત્રતા
સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યુ કે આ અરજી ફગાવી દેવાથી ભવિષ્યમાં આ મુદ્દે વૈદ્યાનિક અને વૈજ્ઞાનિક, મેડિકલ કે વ્યવાહારિક સાક્ષ્ય એ સિદ્ધ કરે છે કે જુના નિર્ણયોના આધારે અદાલત આ વિષય પર પુનર્વિચાર કરી શકે છે.