Fri Jul 24 2026

Logo

સુપ્રીમ કોર્ટે કાર્યવાહીના ઓડિયો-વિડીયો મંજૂરી વિના પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો

2026-07-24 16:29:10
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ આદેશમાં કોર્ટ કાર્યવાહીના ઓડિયો અને વિડીયો રેકોર્ડીંગ મંજૂરી વિના સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પોસ્ટ, રિપોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે. 

કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષો પાસેથી જવાબ માંગ્યો 

આ અંગે સુપ્રીમ કોર્ટેની  બેન્ચે સોશિયલ મીડિયા પર કોર્ટના લાઇવ-સ્ટ્રીમિંગ અને કાર્યવાહીના વીડિયોના દુરુપયોગ અંગેની અરજી અંગે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે.

મંજૂરી વિના ઓડીયો-વિડીયો અપલોડ કરવા પ્રતિબંધ 

આ અંગે વચગાળાના આદેશમાં બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે આ કોર્ટના સેક્રેટરી જનરલ અથવા સંબંધિત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલની પૂર્વ પરવાનગી વિના સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર ન્યાયિક કાર્યવાહીના ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ્સ કાઢવા, તેમાં ફેરફાર કરવા, પ્રસારિત કરવા (વાયરલ કરવા), પોસ્ટ કરવા, ફરીથી પોસ્ટ કરવા અને અપલોડ કરવા પર પ્રતિબંધ રહેશે.