Sat Sep 12 2026

Logo

અભિષેક પહેલા બૉલ પર આઉટ થતાં જ કાવ્યા સ્તબ્ધ

2026-04-13 22:26:36
Author: Ajay Motiwala
અભિષેક પહેલા બૉલ પર આઉટ થતાં જ કાવ્યા સ્તબ્ધ

PTI


હૈદરાબાદઃ ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન અને સનરાઇઝર્સ હૈદરાબાદનો એક સમયનો સૌથી આક્રમક બૅટ્સમૅન અભિષેક શર્માએ ટીમ ઇન્ડિયા બાદ હવે હૈદરાબાદની ટીમને પણ ખૂબ નિરાશ કરી છે અને સોમવારે તો તેણે હદ જ કરી નાખી. તે મૅચના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો.

અભિષેકના આ ગોલ્ડન ડકને પગલે ટીમની માલિક કાવ્યા મારન (Kavya Maran) સ્તબ્ધ થઈ ગઈ હતી. ટીમને 250-પ્લસનું ટોટલ અપાવી શકવાની ક્ષમતા ધરાવતો અભિષેક (Abhishek) પહેલા જ બૉલમાં આઉટ થતાં કાવ્યા બેહદ નિરાશ હતી.

બિગ શૉટ મારવાની લાલચ

અભિષેકે જોફ્રા આર્ચરના બૉલમાં ક્રીઝની ખૂબ બહાર જઈને બિગ શૉટ માર્યો અને ડીપ બૅકવર્ડ પૉઇન્ટ પર રવિ બિશ્નોઈના હાથમાં કૅચઆઉટ થઈ ગયો હતો. અભિષેકે ઊંચો શૉટ માર્યો એ સાથે વીઆઇપી સ્ટૅન્ડમાં બેઠેલી કાવ્યા મારને માથે હાથ મૂક્યો હતો.

છેલ્લી 17 ઇનિંગ્સમાં સાત ઝીરો

અભિષેકના છેલ્લી 17 ટી-20 ઇનિંગ્સના સ્કોર આ મુજબ છેઃ 0 (1), 74 (28), 0 (2), 48 અણનમ (21), 7 (8), 52 (21), 9 (7), 10 (11), 55 (30), 15 (12), 0 (3), 0 (4), 0 (1), 30 (16), 0 (1), 68 અણનમ (20) અને 0 (1).