Fri Sep 04 2026

Logo

ગ્રહોના રાજા સૂર્ય બદલશે ચાલ, આ ચાર રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-06-10 17:25:04
Author: Darshana Visaria
ગ્રહોના રાજા સૂર્ય બદલશે ચાલ, આ ચાર રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા અને આત્માના કારક ગણાતા સૂર્યદેવનું રાશિ પરિવર્તન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યદેવ દર મહિને પોતાની રાશિ બદલે છે, જેની સીધી અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. હાલમાં સૂર્યદેવ વૃષભ રાશિમાં બિરાજમાન છે, પરંતુ આગામી 15મી જૂન, 2026ના રોજ તેઓ મિથુન રાશિમાં ગોચર કરશે. સૂર્યદેવ 15મી જુલાઈ સુધી એટલે કે આખો એક મહિનો બુધની માલિકીની મિથુન રાશિમાં રહેશે. જ્યોતિષીય ગણતરી મુજબ, સૂર્યનું આ ગોચર ચાર વિશેષ રાશિના જાતકોના ભાગ્યને સૂર્ય જેવું જ તેજસ્વી અને પ્રગતિશીલ બનાવશે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે લગ્ન ભાવનો સ્વામી સૂર્ય હવે અગિયારમા ભાવમાં ગોચર કરશે. આ સ્થિતિ તમારા માટે પૈસા કમાવવાની અદભુત અને નવી તકો લઈને આવશે. વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે અને પ્રોપર્ટી કે મિલકત સંબંધિત કોઈ જૂનો વિવાદ હશે તો તેનો સુખદ ઉકેલ આવી જશે.

મિથુનઃ

સૂર્યદેવ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યા હોવાથી આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસ અને ઉર્જામાં બમણો વધારો કરશે. કાર્યક્ષેત્રે તમારી મહેનત રંગ લાવશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે. કેટલાક જાતકોને કામના અર્થે વિદેશ પ્રવાસ કરવાની સુવર્ણ તક મળી શકે છે. આવકના જૂના સ્ત્રોતો ચાલુ રહેવાની સાથે કમાણીના નવા માધ્યમો પણ ઊભા થશે.

મેષઃ

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર હિંમત અને પરાક્રમમાં વધારો કરનારું નીવડશે. તમારી વાણી અને વાતચીતની શૈલી એટલી પ્રભાવશાળી રહેશે કે તમે અટકેલા કામો સરળતાથી પૂરા કરાવી શકશો. ખાસ કરીને મીડિયા, સોશિયલ મીડિયા, કલા, રાઈટિંગ અથવા માર્કેટિંગ જેવા સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને આ સમયગાળામાં મોટી સફળતા મળશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે મિથુન રાશિનો સૂર્ય કરિયરમાં શ્રેષ્ઠ પરિણામો લાવશે. જો તમે લાંબા સમયથી નવી નોકરી શોધી રહ્યા છો, તો આ સમયગાળામાં તમને મનગમતી સફળતા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થવાથી જૂની નાણાકીય સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. કાર્યસ્થળ પર તમારી કુશળતા અને કાર્યક્ષમતા બતાવવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.