Sun Apr 26 2026

Logo

ગ્રહોના રાજા સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના રાશિના જાતકો માટે શરૂ થશે ગોલ્ડન પીરિયડ...

2026-04-26 16:10:00
Author: Darshna Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્ય દેવ એપ્રિલ અને મે મહિનામાં મહત્વનું પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્ય દેવ 28મી એપ્રિલે ભરણી નક્ષત્રમાં અને ત્યારબાદ 15મી મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ખાસ વાત તો એ છે કે આ નક્ષત્ર અને રાશિ બંનેનો સ્વામી શુક્ર છે. સૂર્યનું શુક્રના પ્રભુત્વવાળા ક્ષેત્રોમાં આગમન ચાર રાશિના જાતકો માટે 'ગોલ્ડન સમય' લઈને આવશે. સૂર્યનું ભરણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં ગોચર અણધાર્યા આર્થિક લાભ અને વ્યાવસાયિક સફળતા અપાવશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને સૂર્યના ગોચરથી લાભ થઈ રહ્યો છે. 

સિંહ:

સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. વર્ષોથી અટવાયેલા પૈસા અચાનક પરત મળી શકે છે. નવો વ્યવસાય કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે, જેમાં જબરદસ્ત નફો મળવાના યોગ છે. વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આ સમયે કાર્યક્ષેત્રમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે અને પ્રગતિના નવા દ્વાર ખુલશે. આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે અને લાંબા સમયથી ચાલી આવતા દેવા અથવા લોનમાંથી મુક્તિ મળશે. મન પ્રફુલ્લિત રહેશે.

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર સારા સમાચાર લઈને આવી રહ્યું છે. આ સમયે તમારી આવકમાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે. જૂના રોકાણમાંથી અપેક્ષા કરતા વધુ વળતર મળી શકે છે. તમારી સર્જનાત્મકતા અને કાર્યશૈલીથી ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થશે, જેનાથી કરિયરમાં નવી ઊંચાઈ મળશે.

ધન: 

ધન રાશિના જાતકો માટે આ સમયગાળો તમારી આવકમાં વૃદ્ધિના યોગ લાવી રહ્યો છે. આ સમયે તમને બચત કરવામાં પણ સફળતા મળી રહી છે. જોકે, તમારે તમારા બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ આવશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે અને અવિવાહિતો માટે લગ્નના શ્રેષ્ઠ પ્રસ્તાવ આવી શકે છે.