Sun Aug 23 2026

Logo

સૂર્ય-શનિ-શુક્રનો ત્રિવેણી સંગમ: મીન રાશિમાં સર્જાશે દુર્લભ યોગ, 4 રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન...

2026-03-09 16:44:00
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહોના ગોચર અને તેની જોવા મળતી અસર વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે જેની મેષથી મીન રાશિના જાતકો પર અસર જોવા મળે છે. સૂર્ય માર્ચ મહિનામાં મીન રાશિમાં ગોચર કરશે અને સૂર્યના આ ગોચરથી કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 15મી માર્ચ મહિનામાં મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. સૂર્યના આ ગોચરથી મીન રાશિમાં પિતા-પુત્રની યુતિ થવા જઈ રહી છે. આ સિવાય શુક્ર પણ મીન રાશિમાં રહેશે. આવી પરિસ્થિતિમાં મીન રાશિમાં જ ત્રિગ્રહી યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકો પર પડે છે. તમને જણાવી દઈ કે આ વખતે શનિનો સાથ મળી રહ્યો છે અને શુક્રનો પ્રભાવ પણ રહેશે. તેનાથી ઘણા જાતકોની સ્થિતિ સારી થશે. આવો જાણીએ સૂર્યના ગોચરથી ક્યા જાતકોને લાભ થશે અને કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. તમને પરિવારનો સપોર્ટ મળશે. પ્રયાસ કરો કે લાઇફ પાર્ટનર સપોર્ટ કરે, તમને તેનાથી પણ સારો સપોર્ટ મળી શકે છે. તમારા માટે બિઝનેસથી લઈને પ્રોફેશનલ લાઇફમાં સારા યોગ બની રહ્યાં છે. આ રાશિના જાતકોની આવક સારી રહેશે. આ સમય દરમિયાન તમારે તમારા ઈગોથી બચવું પડશે.

કર્કઃ

કર્ક રાશિના જાતકોને સૂર્યના ગોચરથી અપંપાર લાભ થઈ રહ્યો છે. ઉચ્ચ અભ્યાસમાં સારી તક મળશે, તમારા કરિયરનું સારૂ પરિણામ આવશે. નાણાકીય મામલામાં તમને લાભ થવાનો છે. તેથી તમારે તે માટે ભાગદોડ કરવી પડી શકે છે. લવ લાઇફમાં સુધાર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય મુદ્દા સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો એકદમ ખાસ રહેવાનો છે. આ સમયગાળો તમારા માટે એકદમ અનુકૂળ રહેવાનો છે. 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકોને સૂર્ય ગોચરથી લાભ થશે. આ દરમિયાન ભાગ્યને કારણે તમારા કામ થશે. આ સમયે જોખમ ન લો, પ્રયાસ કરો કે પર્સનલ લાઇફ સાથે જોડાયેલા મોટા નિર્ણય ટાળી દો. આ સમયે લાભનો યોગ છે, તેથી નિર્ણય લેવામાં સાવધાની રાખો. બાળકો સંબંધિત મામલા પર તમારૂં ધ્યાન રહેશે. ઓફિસમાં તમને સફળતા મળશે અને લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

મકરઃ

મકર રાશિના જાતકોને ગ્રહોના રાજા સૂર્યના ગોચરથી અપરંપાર લાભ થવાના યોગ બની રહ્યા છે. સૂર્ય તમને સરકારી તંત્રમાં લાભ અપાવશે. આ સમયે તમારે લાઇફ પાર્ટનર સાથે વિવાદ કરવાનો નથી. લાઇફ પાર્ટનર સાથે સારો સંબંધ રાખીને ચાલો. પ્રયાસ કરો કે તમારા ભાઈ બહેન સાથે સંબંધમાં સુધાર થાય. આર્થિક સમૃદ્ધિ તમને મળી શકે છે.