જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્ય અને શુક્રની યુતિને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. આજે એટલે કે 14મી એપ્રિલ, 2026ના રોજ સૂર્યદેવે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કર્યો છે અને આ મેષ રાશિમાં અગાઉથી જ શુક્ર બિરાજમાન છે. આવી સ્થિતિમાં મેષ રાશિમાં સૂર્ય અને શુક્ર આ બે બળવાન ગ્રહોના મિલનથી 'શુક્રાદિત્ય રાજયોગ'નું નિર્માણ થયું છે જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ સારા દિવસો શરૂ થશે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહોના રાજા સૂર્ય તેજ અને સફળતાના કારક છે, જ્યારે શુક્ર સુખ-સાહ્યબી અને વૈભવ આપે છે. આ બંનેનો સમન્વય આર્થિક ઉન્નતિની સાથે સમાજમાં મોભો પણ વધારે છે. આવી સ્થિતિમાં 14મી એપ્રિલના રોજ સર્જાયેલો શુક્રાદિત્ય રાજયોગ અમુક રાશિના જાતકો માટે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે, અને ધનલાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મેષ:
મેષ રાશિમાં જ સૂર્ય અને શુક્રની યુતિથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેને કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. નોકરી કરી રહેલાં જાતકોને કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને નવી મોટી જવાબદારીઓ સોંપાઈ શકે છે. આર્થિક પક્ષ પહેલા કરતા વધુ મજબૂત બનશે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે પણ શુક્રાદિત્ય રાજયોગ અપરંપાર લાભદાયી સાબિત થશે. આ રાજયોગ તમારા માટે ધન પ્રાપ્તિના નવા દ્વાર ખોલશે. જો તમારા નાણાં ક્યાંક અટવાયેલા હોય, તો તે પરત મળવાની પૂરેપૂરી શક્યતા છે. રોકાણ કરવા ઈચ્છતા જાતકો માટે આ સમય અત્યંત ફળદાયી છે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને શુક્રની યુતિથી બની રહેલાં શુક્રાદિત્ય રાજયોગ જીવનમાં સકારાત્મક પરિણામો આપનારો સાબિત થશે. સિંહ રાશિના સ્વામી સૂર્ય હોવાથી આ યુતિ આ રાશિના જાતકોને વિશેષ ફળ આપશે. સરકારી ક્ષેત્રે અટકેલા કાર્યો પૂરા થશે અને સમાજમાં તમારું માન-સન્માન વધશે. વેપારીઓને કોઈ મોટી અને નફાકારક ડીલ મળી શકે છે.
ધન:
ધન રાશિના જાતકો માટે શુક્રાદિત્ય રાજયોગ અપરંપાર ધનલાભની તક લઈને આવી રહ્યો છે. આ સમયે શિક્ષણ અને કરિયરમાં પ્રગતિના યોગ છે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે, જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ભૌતિક સુખ-સુવિધાઓ અને સાધનોમાં વધારો થશે. જીવનસાથી સાથે હસી-ખુશી સમય પસાર કરશો.