Mon Oct 05 2026

Logo

સોના-ચાંદીના ભાવમાં અચાનક તેજી, સોનાના ભાવમાં દસ ગણા વધારાની શકયતા

2026-09-11 21:48:31
Author: Chandrakant Kanoja
સોના-ચાંદીના ભાવમાં અચાનક તેજી, સોનાના ભાવમાં દસ ગણા વધારાની શકયતા

મુંબઈ: વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોના ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, હાલના ભાવ જાન્યુઆરી 2026માં નોંધાયેલી મહત્તમ સપાટી કરતા ઘણા નીચે છે.જોકે, દિવસ દરમ્યાન બંનેના ભાવ ઘટાડાનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, સાંજે ભાવમાં અચાનક ઉછાળો નોંધાયો હતો. 

સોના-ચાંદીના ભાવમાં વધારો 

જેમાં અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે  ચાંદીનો ભાવ ₹3,000 વધીને ₹2.37 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો. આ  અગાઉ તે દિવસ દરમિયાન ઘટીને ₹2.30 લાખની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ ઉછાળા પાછળ માંગમાં થયેલો અચાનક વધારો મુખ્ય કારણ માનવામાં આવે છે.

ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના ભાવમાં સુધારો થવાની શક્યતા 

આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે રોકાણલક્ષી માંગ ઉપરાંત સોલર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ્સ જેવા ક્ષેત્રોમાંથી મજબૂત ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના ભાવમાં સુધારો થવાની શક્યતા છે.

સોનાનો ભાવ વધીને ₹1.53 લાખ પ્રતિ 10 ગ્રામ થયો 

જ્યારે બીજી તરફ સોનાનો ભાવ વધીને ₹1.53 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ટ્રેડિંગ સત્ર દરમિયાન તે ઘટીને ₹1,50,600 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો હતો. નોંધનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં સોનાના ભાવ ₹1.91 લાખ પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

સોનાનો ભાવમાં દસ ગણો વધારો થવાની શકયતા 

હાલમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1.53 લાખ છે. જોકે, નિષ્ણાતોની  આગાહી સાચી સાબિત થાય તો આ ભાવમાં લગભગ દસ ગણો વધારો થઈ શકે છે. તેમનું માનવું છે કે સોનાના ભાવ પર હાલના દબાણ છતાં વૈશ્વિક સ્તરે વધતા ભૌગોલિક-રાજકીય તણાવ મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની સતત ખરીદી અને વૈશ્વિક અર્થતંત્રમાં વધતી અનિશ્ચિતતા જેવા પરિબળો લાંબા ગાળે સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવી શકે છે.