Tue Oct 06 2026

Logo

કોંગ્રેસના રાજયસભા ઉમેદવારોના નામ અંગે અટકળો તેજ, મલ્લિકાર્જુન ખડગે અને પવન ખેડાનું નામ ચર્ચા

2026-06-04 16:25:19
Author: Chandrakant Kanoja
કોંગ્રેસના રાજયસભા ઉમેદવારોના નામ અંગે અટકળો તેજ, મલ્લિકાર્જુન ખડગે અને પવન ખેડાનું નામ ચર્ચા

 નવી દિલ્હી: કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કર્ણાટકથી રાજ્યસભામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો પ્રવેશ નિશ્ચિત માનવામાં આવે છે. તેમજ શર્મિલા રેડ્ડીનું નામ પણ સંભવિત ઉમેદવારોની યાદીમાં છે. જ્યારે ત્રીજી બેઠક માટે મન્સૂર અલી ખાનનું નામ સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સંભવિત ઉમેદવારોમાં પવન ખેડાનું નામ પણ ચર્ચા છે. 

રાજસ્થાનમાંથી નીરજ ડાંગી અને પવન ખેડાનું નામ ચર્ચામાં 

આ ઉપરાંત રાજસ્થાનમાંથી રાજ્યસભા બેઠક માટે નીરજ ડાંગી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાના નામની ચર્ચા ચાલી રહી છે. જ્યારે  મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસ રાજ્યસભામાં મહિલા નેતા મોકલવાની શક્યતા પર પણ ચર્ચા કરી રહી છે. શોભા ઓઝા અને મીનાક્ષી નટરાજન જેવા નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, કમલનાથ પણ મધ્યપ્રદેશમાંથી રાજ્યસભામાં પ્રવેશવા માટે ઉત્સુક છે. તમિલનાડુમાંથી  પ્રવીણ ચક્રવર્તીનું નામ વિચારણા હેઠળ છે, 

તમિલનાડુમાં કોંગ્રેસ તરફથી પ્રવીણ ચક્રવર્તી ઉમેદવાર બની શકે છે 

ઝારખંડમાં અનેક નામો પર ચર્ચા ચાલી રહી છે. જેની માટે સ્થાનિક નેતાની નામની વિચારણા કરવામાં આવી રહી છે. 

જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે રાજ્યસભાની એકમાત્ર ખાલી બેઠક તેમના ગઠબંધન ભાગીદાર કોંગ્રેસને ફાળવી દીધી છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસના રણનીતિકાર પ્રવીણ ચક્રવર્તી પાર્ટીના ઉમેદવાર બની શકે છે. 

આ ઉપરાંત  સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે રાજ્યસભા માટે પોતાનું નામાંકન દાખલ કરશે. આ પ્રસંગે રાહુલ ગાંધી પણ હાજર રહેવાની શક્યતા છે.