Mon Oct 05 2026

Logo

સોનિયા ગાંધી ફરી હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ દોડી આવ્યા

2026-03-25 10:34:00
Author: Savan Zalariya
સોનિયા ગાંધી ફરી હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ દોડી આવ્યા

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની તબિયત ફરી એક વાર લથડી છે, તેમને ગત રાત્રે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, અને ડોકટરોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.

સોનિયા ગાંધીના દીકરા રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં, જેને કારણે એવી અટકળો વહેતી થઇ છે કે સોનિયા ગાંધીની તબિયત વધુ ખરાબ હોઈ શકે છે. જો કે બાદમાં રાહુલ હોસ્પિટલથી રવાના થયા હતાં.

નોંધનીય છે કે સોનિયા ગાંધી 79 વર્ષના છે, હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. છેલ્લા ઘણાં સમયથી સોનિયા ગાંધીની તબિયત નાજુક રહી છે, તેમને અવારનવાર હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં સર ગંગા રામ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.

એ સમય જાણવા મળ્યું હતું કે દિલ્હીના શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણને કારણે તેમના અસ્થમામાં થોડો વધારો થયો હતો.

ગત વર્ષે પણ તેમને ગયા વર્ષે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે જુન મહિનામાં જૂનમાં, પેટની બીમારીને કારણે તેમને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જુન મહિનામાં તેમણે નિયમિત તપાસ માટે શિમલામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.