Thu Jun 25 2026

Logo

માલદીવ્સમાં સોહા અલી ખાન કોની સાથે એન્જોય કરે છે વેકેશન, જુઓ બિકિની અવતાર

2026-06-03 22:21:05
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ એક્ટ્રેસ સોહા અલીખાન પોતાના પતિ કૃણાલ ખેમું સાથે વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનના કેટલાક ફોટો તેમણે શૅર કર્યા છે. આ ફોટોમાં એમનો એક બોલ્ડ લૂક જોવા મળ્યો છે. સૈફ અલીખાનની બહેન અને એક્ટ્રેસ સોહા અલીખાન હાલમાં ફેમિલી વેકેશન એન્જોય કરી રહી છે. સોહા અલીખાને માલદીવ્યના વેકેશનના વીડિયો શૅર કર્યા છે. આ ફોટોમાં તે પૂલમાં પોતાની દીકરી ઈનાયા સાથે ચિલ કરતી જોવા મળી હતી. પતિ કૃણાલ સાથે હાલમાં તે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. 

માલદીવ્સમાં વેકેશન મૂડ
માલદીવ્સના વેકેશન પર સોહા અલીખાને ગ્રીન કલરની મોનોકની પહેરી છે. દીકરી અને પતિ સાથે પૂલમાં મસ્તી કરી રહી છે. નારિયેળ પાણી પીને વોટર એક્ટિવિટી પણ કરી હતી. આ સિવાય એક ફોટોમાં તે બ્લેક કલરની બિકિનીમાં જોવા મળી હતી. 47 માં વર્ષે પણ એમનું બોડી પર્ફેક્ટ બિકિની બોડી લાગી રહ્યું છે. એક લાંબા સમય બાદ એનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. બ્લેક બિકિની સાથે બ્લેક કલરના સનગ્લાસ પણ પહેર્યા હતા. મેકઅપ વગર પણ તે સ્ટનિંગ લાગી રહી છે. વેકેશન એન્જોયમેન્ટની તેણે એક મસ્ત રીલ્સ બનાવી હતી. જેમાં એની તમામ એક્ટિવિટીની ઝલક જોવા મળી હતી. સોહાનો બિકિની અવતાર જોઈને ફેન્સ ચોંકી ગયા હતા. 

ગોલમાલમાં જોવા મળશે
કોમેન્ટ સેક્શનમાં ફેન્સ દિલ ખોલીને એમની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. સેબેલ્સ પ્રત્યે પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સનું એવું કહેવું છે કે, સ્વેગ અને બ્યૂટીના મામલે તે કરીના કપૂરને પણ ટક્કર મારી શકે છે. ફિલ્મોની સાથે વેબસીરિઝમાં પણ કામ કર્યા બાદ તેમણે એક બ્રેક લીધો છે.હવે તે પોતાની પોડકાસ્ટ ચેનલ ચલાવી રહી છે. પ્રોફેશનલ લાઈફના બદલે તે આ વખતે પર્સનલાઈફને લઈને ચર્ચામાં રહી છે. કૃણાલ ખેમુની વાત કરવામાં આવે તો તે રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલની સીરિઝમાં એક નવા અંદાજમાં જોવા મળશે.ઓટીટીની દુનિયમાં કૃણાલની વેબસીરિઝ અભય સુપરહિટ રહી હતી.