Sat Aug 22 2026

Logo

પૂર્વ ભારતમાંથી પકડાયેલા 7 વિદેશી નાગરિકોનું મ્યાનમાર ગૃહયુદ્ધ સાથે છે કનેક્શન, એનઆઈએ 'એક્શન'માં?

2026-03-19 16:42:16
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પૂર્વોત્તરના રાજ્યમાંથી 6 યુક્રેનના નાગરિકોની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. તપાસ કરી રહેલી એજન્સીને હવે એવી આશંકા છે કે, કેટલાક વિદેશી નાગરિકોને ભાડેથી યુદ્ધમાં ધકેલવામાં આવ્યા છે. આને ફ્રિલાન્સર તરીકે ઓળખવામાં આવે છે. મ્યાનમાર સામેના યુદ્ધમાં એમને મૂકવામાં આવ્યા હોવાની આશંકા છે. આ તમામ લોકો ભારતના રૂટનો ઉપયોગ કરી રહ્યા હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અત્યાર સુધીમાં કુલ સાત વ્યક્તિની ધરપકડ કરી છે. 

અસલી મક્સદ શું હતો?

એજન્સીઓ માટે હવે તપાસનો વિષય એ છે કે, આ લોકો ખરેખર કરી શું રહ્યા હતા અને એનો ઉદ્દેશ શું હતો? જો તેઓ ફ્રિલાન્સર તરીકે કામ કરી રહ્યા હતા તો તેઓ કોના ઈશારે આ બધુ કરી રહ્યા હતા.સુત્રોના જણાવ્યા અનુસાર મિઝોરમમાં અધિકારીઓને પહેલી વખત આ ચોક્કસ ઈનપુટને કારણે એલર્ટ કરવામાં આવ્યા છે. 

અધિકારીઓએ એ વાતની નોંધ લીધી હતી કે, અચાનક આ વિસ્તારમાં વિદેશીઓનું આવવાનું શરૂ થઈ ગયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, સામાન્ય રીતે આ વિસ્તારમાં કોઈ વિદેશીઓ આવતા નથી અને મુલાકાત કરતા નથી. અચાનક સંખ્યામાં વધારો થતા મામલો શંકાસ્પદ બની ગયો હતો.

હરવા-ફરવાનો કેસ નથી

તપાસ કરી રહેલા અધિકારીઓને એવું લાગ્યું હતુ કે, આ કોઈ હરવાફરવાો કેસ નથી. એજન્સીઓ પાસે કેટલાક ફોટો અને વિડિયો પણ આવ્યા હતા.આ વિડિયોની તપાસ ચાલી રહી છે. મિઝોરમના જંગલમાં કેટલાક વિદેશીઓ હથિયાર સાથે જોવા મળ્યા હતા. એમની ભાષા કે વર્તણૂંક સ્થાનિક લોકોથી તદ્દન અલગ હતા. તેઓ સ્થાનિક ભાષા પણ બોલી શકતા ન હતા. આ વાતથી શક વિશ્વાસમાં પલટાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ લોકોની પ્રવૃતિઓ એવી હતી જેવી બીજા દેશમાં કોઈ યોદ્ધાની હોય છે. 

કોણ મદદ કરી રહ્યું છે?

આ તમામ લોકોને કોણ મદદ કરી રહ્યું છે એ એક મોટો પ્રશ્ન છે. મ્યાનમારમાં એક્ટિવ થયેલા કેટલાક સંગઠનો પોતાને મદદરૂપ થનારા સંગઠન ગણાવી રહ્યા છે પણ જે નવા ગ્રૂપ સામે આવ્યા છે એમની સાથે આ વિદેશી નાગરિકો હોવાની વાત મળી છે. આમાંથી કેટલાક લોકોને સિરિયા અને યુક્રેનની લડાઈનો અનુભવ છે. 

હવે તેઓ મ્યાનમારમાં ચાલી રહેલા કોઈ ઑપરેશનમાં પણ ભાગ લઈ રહ્યા છે. પકડાયેલા વ્યક્તિઓમાં યુક્રેનના નાગરિક મારિયન સ્ટેફાનકિવનું નામ યુક્રેનના કેટલાક કટ્ટરપંથી સંગઠન સાથે જોડાયેલું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ વાતની કોઈ રીતે પુષ્ટિ થઈ નથી.

ફંડિગ કોનું છે?

તપાસમાંથી એ વિગત સામે આવી છે કે, અમેરિકી નાગરિક મૈથ્યુ વિદેશમાં ઈસાઈ સંગઠન અને ધાર્મિક ગ્રુપ માટે ફંડ ભેગું કરતો હતો. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પૈસો સામાજિક અને ધાર્મિક કાર્યના નામથી ભેગો કરવામાં આવતો હતો.આશંકા એ વાતની છે કે, આ ફંડનો કેટલોક ભાગ ભારત અને મ્યાનમાર બોર્ડર સક્રિય વિદ્રોહીઓના ગ્રૂપ સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે.
 
તપાસ એજન્સીએ જવાબ શોધી રહી છે કે, શું દાન આપનારા લોકોને એ વાતનો ખ્યાલ ન હતો કે, આ ફંડનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? મદદના બેનર હેઠળ આંતરરાષ્ટ્રીય નેટવર્ક કામ કરી રહ્યું છે.? વિદેશી નાગરિકો ભારતના રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે? હાલમાં આ તમામ લોકોની પૂછપરછ ચાલી રહી છે