Wed Aug 26 2026

Logo

GIFT Niftyમાં 250 પોઇન્ટનો ઉછાળો, ક્રૂડ 100 ડોલરની નીચે, સેન્સેક્સ-નિફટી લીલા નિશાન સાથે ખુલી શકે

2026-05-25 09:24:22
Author: Mumbai Samachar Team
GIFT Niftyમાં 250 પોઇન્ટનો ઉછાળો, ક્રૂડ 100 ડોલરની નીચે, સેન્સેક્સ-નિફટી લીલા નિશાન સાથે ખુલી શકે

ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty)માં મોટો ઉછાળો અને વૈશ્વિક બજારના સુધરેલા સેન્ટિમેન્ટને કારણે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુના ઉછાળાની શક્યતા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં પ્રગતિની આશાઓને લીધે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની નીચે આવી ગયા છે.

 વહેલી સવારના કારોબારમાં ગિફ્ટ નિફ્ટી 254 પોઈન્ટ અથવા 1.07 ટકાના વધારા સાથે 23,945 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો માટે મજબૂત શરૂઆતનો સંકેત આપે છે.

ગત સેશનમાં સેન્સેક્સ 231.99 પોઈન્ટ અથવા 0.31 ટકા વધીને 75,415.35 પર અને નિફ્ટી 64.60 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને બંધ થયો હતો. જો કે, પ્રોફિટ બુકિંગને કારણે બંને સૂચકાંકોએ દિવસ દરમિયાન મેળવેલો મોટો નફો ગુમાવ્યો હતો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 75,810 અને 23,835ના દિવસના સર્વોચ્ચ સ્તર પરથી નીચે આવ્યા હતા.