Sat Mar 07 2026

Logo

શ્વેતા તિવારીની બેગમાં લિપસ્ટિક, કોસ્મેટિક્સ નહીં પણ આ વસ્તુઓ હોય છે, વીડિયો શેર કરીને માહિતી આપી...

2 weeks ago
Author: Darshna Visaria
Article Image

ટીવી ઈન્ડસ્ટ્રીની સ્ટાઈલિશ અને ફિટનેસ ફ્રીક એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની એક્ટિંગની સાથે સાથે ફિટ એન્ડ ફાઈન ફિગરને કારણે પણ ફેન્સમાં લોકપ્રિય છે. શ્વેતા તિવારીનું કર્વી અને મેઈન્ટેન ફિગર જોતાં જ્યારે તે દીકરી પલક તિવારી સાથે કોઈ ઈવેન્ટમાં કે પાર્ટીમાં સ્પોટ થાય છે ત્યારે તેઓ મા-દીકરી નહીં પણ બહેનો હોય એવું વધારે લાગે છે. આવી આ શ્વેતા તિવારીએ હાલમાં એક વીડિયો શેર કરીને તે પોતાની પર્સમાં શું-શું લઈને ચાલે છે એ વિશે ખુલાસો કર્યો હતો. ચાલો જોઈએ આખરે શ્વેતા તિવારી પોતાની સાથે પર્સમાં શું-શું વસ્તુઓ રાખે છે- 

હવે તમને થશે કે શ્વેતા તિવારી ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી છે એટલે સ્વાભાવિક છે કે તેની પર્સમાં કોસ્મેટિક્સ કિટ જ હોય, બીજું તો શું હોઈ શકે તેની પર્સમાં ખાસ, બરાબર ને? જો તમે પણ આવું જ માનો છો તમારી આ માન્યતા સદંતર ખોટી છે. હાલમાં જ એક વીડિયોમાં શ્વેતાએ તિવારીએ મહિલાઓ માટે અત્યંત ઉપયોગી 'હાઈજીન પાઉચ' વિશે માહિતી આપી હતી. આ વીડિયોમાં શ્વેતા તિવારીએ એ સાત એવી વસ્તુઓ વિશે જણાવ્યું છે કે જે જાહેર સ્થળોએ તમારી પાસે હોવી જ જોઈએ-

ડિસ્પોઝેબલ ગ્લવ્ઝઃ

શ્વેતા તિવારીની બેગમાં તમને ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ જોવા મળે છે. પબ્લિક પ્લેસ પર ડોર્સ હેન્ડલ કે અન્ય કોઈ જગ્યા પર ગંદગી, બેક્ટેરિયા હોવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં શ્વેતા મુસાફરી કે હોસ્પિટલની મુલાકાત વખતે હાઈજીન પાઉચમાં ગ્લવ્ઝ જરૂર રાખે છે, જે તેના હાથને જર્મ્સથી પ્રોટેક્શન આપે છે.

ટિશ્યુ પેકેટઃ

આપણામાંથી ઘણા લોકોને અનુભવ થયો હશે કે જ્યારે આપણે પબ્લિક ટોઈલેટ યુઝ કરીએ પણ ત્યાં ઘણીવાર ટિશ્યુ હોતા નથી. આવા સમયે તમારા બેગમાં રહેલું ટિશ્યુ પેકેટ તમને હેલ્પ કરશે. આ ટિશ્યુ તમને હાઈજિનની સાથે સાથે મેકઅપ ઠીક કરવા કે પરસેવો લૂછવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

સેનિટાઈઝરઃ

હાથને સાફ રાખવા માટે અને કોઈ પણ બેક્ટેરિયાને દૂર કરવા માટે હેન્ડ સેનિટાઈઝર તો ખૂબ જરૂરી છે. કોઈ પણ જગ્યાએ હાથ લગાડ્યા બાદ કે વોશરૂમને યુઝ કર્યા બાદ હેન્ડ સેનિટાઈઝ કરવા જોઈએ. હેન્ડ સેનિટાઈઝ કરવાને કારણે ઈન્ફેક્શન થવાનું જોખમ પણ ઘટી જાય છે. 

ટોયલેટ સેફ સ્પ્રેઃ

જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ પબ્લિક ટોઈલેટ યુઝ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં હાઈજિન અને બેક્ટેરિયાનું ટેન્શન સતાવે છે. આ ટેન્શનને દૂર કરવા માટે શ્વેતા તિવારી હંમેશા પોતાની બેગમાં ટોઈલેટ સીટ પર સ્પ્રે કરી શકાય તેવો 'સેફ સ્પ્રે' સાથે રાખે છે, જે બેક્ટેરિયાનો નાશ કરે છે અને તેને એક હાઈજેનિક અને સેફ ટોઈલેટ પૂરું પાડે છે. 

ટોઈલેટ સીટ કવરઃ

ટોઈલેટ સેફ સ્પ્રે સિવાય ઈન્ફેક્શનથી બચવા માટે શ્વેતા તિવારી પોતાની બેગમાં ટોઈલેટ સીટ કવર પણ રાખે છે. પબ્લિક ટોઈલેટ યુઝ કરનારાઓ માટે ટોઈલેટ સીટ કવર એક બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે. આ કવરને સીટ પર પાથરીને ઉપયોગ કરી શકાય છે અને બાદમાં ફેંકી દેવાય છે, જેનાથી સીટના જર્મ્સ શરીરના સંપર્કમાં આવતા નથી.

પેપર સોપઃ

પબ્લિક ટોઈલેટમાં ઘણી વખત લિક્વિડ હેન્ડવોશને બદલે સોપ રાખવામાં આવે છે. આ સોપનો ઉપયોગ કરવો એટલું સેફ નથી હોતું. આવી સ્થિતિમાં તમારા બેગમાં રહેલાં પેપર સોપ તમારા માટે સેવિયર બનીને સામે આવે છે. શ્વેતા તિવારી હંમેશા ટ્રાવેલિંગ દરમિયાન પેપર સોપ રાખવાની સલાહ આપે છે, જે વાપરવામાં સરળ અને હાઈજીનિક છે.

ઈન્ટિમેટ વાઈપ્સઃ

મહિલાઓના હેલ્થ માટે ઈન્ટિમેટ હાઈજીન ખૂબ જ મહત્ત્વનું છે. પિરીયડ્સ હોય કે પછી કોઈ લોન્ગ જર્ની હોય આવી સ્થિતિમાં ફ્રેશનેસ જાળવી રાખવા માટે અને ઈન્ફેક્શનથી બચવા માટે ઈન્ટિમેટ વાઈપ્સ હંમેશા તમારી બેગમાં હોવા જોઈએ.

તો હવે ખ્યાલ આવ્યો ને એક્ટ્રેસ શ્વેતા તિવારી બેગમાં લિપસ્ટિક, કોમ્પેક્ટ પાઉડર કે કોસ્મેટિક્સની જગ્યાએ કઈ કઈ વસ્તુઓ હોય છે. આશા રાખીએ કે શ્વેતાની આ નાની પણ અસરકારક ટિપ્સ દરેક મહિલાને સ્વસ્થ અને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય...

વધુ જુઓ...