મુંબઈઃ રાજા ચૌધરીએ શ્વેતા તિવારી સામે કરેલા દાવાને લઈને હવે શ્વેતાએ એમના મુદ્દાઓને ગંભીરતાથી લઈને જવાબ આપ્યો છે. રાજા ચૌધરીએ તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે, એમની દીકરી પલક તિવારી રાજા ચૌધરીને પોતાના પિતા માનતી નથી. સોશિયલ મીડિયા પર દીકરીએ એમને બ્લોક કરી દીધા છે. આ વિવાદ વચ્ચે હવે શ્વેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વિષયને લઈને પોતાની એક પોસ્ટ શૅર કરી છે.પણ આ પોસ્ટ શ્વેતાની આવી રહેલી ટ્રેટર્સ-2ને લઈને એના રોલને લઈને છે.
શ્વેતાનું શું રીએક્શન આવ્યું?
રાજા ચૌધરીએ કરેલા કોઈ જ દાવાની સામે શ્વેતાએ કોઈ પ્રકારનું રીએક્શન આપ્યું નથી.પોતાની પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, આ વખતે અસલી કસૌટી એ જાણવા અંગે છે કે, કોના પર ભરોસો કરવામાં આવે. ટ્રેટર્સ-2માં શ્વેતા તિવારી સામેલ થતા ફેન્સ ખૂબ જ એક્ઝાઈટેડ છે. ટ્રેટર્સ-2 એક રીયાલિટી શૉ છે જેમાં શ્વેતા કમબેક કરી રહી છે.
છેત્તરપિંડી અને ચાલબાઝી વાળા આ શૉમાં શ્વેતા સિવાય રિદા થરાના, મુનવ્વર ફારૂકી, સાહિલ સલાથિયા, દલીપ તાહિલ, રીયા ચક્રવર્તી, પારૂલ ગુલાટી અને ઈક્કા જેવા સેલેબ્સ સામેલ છે. રાજા ચૌધરીએ શ્વેતાને લઈને કરેલા દાવા સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. રીલેશનશીપ અને મેરેજ બાદ અફેર્સ જેવા ગંભીર મુદ્દા પર રાજા ચૌધરીએ શ્વેતા પર અનેક દાવા કર્યા હતા. એ પહેલા તેણે શ્વેતાની માતા અંગે પણ નિવેદન આપ્યું હતું. રાજાએ ત્યાં સુધી કહ્યું હતું કે, મેં ક્યારેય શ્વેતા પર હાથ નથી ઉપાડ્યો. એ વાત છે કે, મેં કેટલીક વસ્તુઓ તોડી છે જેમ કે, ટીવી, ટેબલ, દરવાજા પણ ક્યારેય એના પર હાથ નથી ઉપાડ્યો.
એ સમયની વાત છે
શ્વેતાએ પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, સમાધાન હેઠળ, તેમણે તેમની પુત્રી પલક તિવારીની કસ્ટડીને બદલે ₹93 લાખની કિંમતનો ફ્લેટ પસંદ કર્યો. રાજાએ જણાવ્યું કે, કોર્ટે તેમને પલકને મળવાની પરવાનગી આપી હોવા છતાં શ્વેતાએ તેમને ક્યારેય તેમ કરવાની મંજૂરી આપી ન હતી.
તેમણે દાવો કર્યો હતો કે તે સમય દરમિયાન તેમનું નામ અન્ય વિવિધ વિવાદોમાં આવ્યું હતું, જેના કારણે તેમના માટે રહેવા માટે જગ્યા શોધવાનું મુશ્કેલ બન્યું હતું. રાજાએ કહ્યું કે તેઓ "કંટાળી ગયા" હતા અને ફક્ત શાંતિથી રહેવા માંગતા હતા. આ પછી તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. હવે એક ચોક્કસ સમય બાદ બન્નેના અંગત જીવનની વાત ફરીવાર જોરશોરથી ચર્ચાય રહી છે.