જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એપ્રિલ 2026નો મહિનો અત્યંત મહત્વનો સાબિત થઈ રહ્યો છે. 16મી એપ્રિલથી 20મી એપ્રિલ દરમિયાન શુક્ર, શનિ અને કેતુ જેવા ત્રણ શક્તિશાળી ગ્રહોના બેક-ટુ-બેક નક્ષત્ર પરિવર્તને એક દુર્લભ સંયોગ સર્જ્યો છે. તમારી જાણકારી માટે 16મી એપ્રિલના શુક્રનું કૃતિકા નક્ષત્રમાં અને 17મી એપ્રિલના શનિનું ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આગમન થયું છે, જ્યારે હવે 20મી એપ્રિલના માયાવી ગ્રહ તરીકે ઓળખાતતો કેતુ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષાચાર્યોના મતે એપ્રિલ મહિનામાં થયેલું આ પરિવર્તન અમુક રાશિના જાતકો માટે 'સુખનો સૂરજ' ઉગાડનાર સાબિત થશે. આ સમયે અમુક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે
મેષ:
મેષ રાશિના જાતકો માટે શુક્ર, શનિ અને કેતુનું નક્ષત્ર ગોચર તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. અટકેલા સરકારી કે ખાનગી કામો ઝડપથી પૂરા થશે અને અટવાયેલું ધન પરત મળવાની પ્રબળ શક્યતા છે. આર્થિક બચત વધશે અને સુખદ યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મિઠાશ આવી રહી છે. ધનલાભ થવાનો પ્રબળ યોગ સર્જાઈ રહ્યો છે.
કર્ક:
કર્ક રાશિના જાતકોના જીવનમાં આ સમયે સકારાત્મક ફેરફારો આવી શકે છે. એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા સંકટો અને માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળશે. અચાનક ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે અને પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો એકદમ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કરિયરમાં મોટી સફળતા મળવાના યોગ બની રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો વગેરે મળી શકે છે. વેપાર કરી રહેલાં વેપારીઓને પણ વેપારમાં રોકાણ કરવાથી સારો નફો થશે. જો તમે વાહન કે નવી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય શ્રેષ્ઠ છે.
ધન:
એક સાથે ત્રણ શક્તિશાળી ગ્રહોનું એક પછી એક થયેલું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. જોકે ખર્ચ પણ થશે, પરંતુ આવકના સ્ત્રોત મજબૂત હોવાથી ચિંતા રહેશે નહીં. તમારી નેતૃત્વશૈલી અને સર્જનાત્મકતાની કાર્યસ્થળ પર પ્રશંસા થશે. મૂલ્યવાન ચીજવસ્તુઓની ખરીદીના યોગ બની રહ્યા છે.