Mon Apr 27 2026

Logo

શુક્ર-શનિની કેન્દ્ર દ્રષ્ટિ, 48 કલાક બાદ આ પાંચ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! પ્રોપર્ટીના સોદામાં થશે કરોડોનો ફાયદો...

2026-04-27 16:56:00
Author: Darshana Visaria
Article Image

વૈદિક જ્યોતિષમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોની ચાલ અને તેમની દ્રષ્ટિ જાતકોના જીવનમાં મોટા ફેરફારો લાવતી હોય છે. 29મી મે 2026ના રોજ આકાશમાં એક દુર્લભ જ્યોતિષીય ઘટના બનવા જઈ રહી છે. સુખ-વૈભવના કારક શુક્ર અને ન્યાયના દેવતા શનિ એકબીજાથી 90 ડિગ્રી પર આવીને 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ' રચશે. આ શક્તિશાળી યોગ પાંચ રાશિના જાતકો માટે પ્રગતિ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. જ્યારે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વૈભવના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને અને શિસ્તના દેવતા શનિ કેન્દ્ર યોગમાં આવે છે, ત્યારે તે સ્થિર સંપત્તિ અને વ્યવસાયિક સફળતા માટે શ્રેષ્ઠ ગણાય છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભ: 
વૃષભ રાશિના સ્વામી સુખ, સમૃદ્ધિ અને વૈભવના કારક એવા શુક્ર છે. પરિણામે આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકો માટે શાંતિ લઈને આવી રહ્યો છે. આ સમયગાળો તમારા માટે પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે શ્રેષ્ઠ છે. સુખ-સુવિધાઓમાં વધારો થશે અને આર્થિક પક્ષ મજબૂત બનશે. 

મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ સાબિત થવાનો છે. આ સમયે કરિયરમાં પ્રમોશનના દ્વાર ખુલશે. ન્યાયના દેવતા એવા શનિદેવની કૃપાથી આ સમયે તમને કાર્યક્ષેત્રમાં તમારી એક મજબૂત ઓળખ ઉભી થશે અને લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ રહી છે. 

કન્યા: 
કન્યા રાશિના જાતકોને આ સમયે અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. જીવનસાથી સાથેના સંબંધોમાં પણ મજબૂતી આવી રહી છે. આ સમયે જૂના રોકાણમાંથી અચાનક મોટો નફો થવાની સંભાવના છે. બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે અને વિદેશી સ્ત્રોતો દ્વારા પણ ધનલાભ થઈ શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

તુલા: 
તુલા રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત ઉભા થશે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરો છો, તો તેમાં મોટી સફળતા મળશે. જીવનશૈલીમાં સકારાત્મક સુધારો જોવા મળશે. માતા-પિતા સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. નોકરીમાં પગાર વધારો અને પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. 

કુંભ: 
કુંભ રાશિ સ્વામી શનિ પોતે હોવાથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને મોટું પદ મળી શકે છે અને પૈતૃક સંપત્તિના વિવાદ ઉકેલાશે. આ સમયે એક પછી એક સમાચાર તમને સાંભળવા મળી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આ સમયે તમારા અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે.