મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રહેશે અને આવતીકાલે એટલે કે 7મી મેના રોજ જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત શુભ ગણાતા 'નવપંચમ રાજયોગ'નું નિર્માણ શુક્ર અને ચંદ્રમાની યુતિથી થશે. આ રાજયોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાથી પાંચમા અને નવમા ભાવમાં બિરાજમાન હોય. આ વખતે ચંદ્રમા મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે વૃષભ રાશિમાં રહેલા શુક્ર સાથે આ અદભૂત જોડાણ બનાવશે, જે 10મી મે સુધી અસ્તિત્વમાં રહેશે. આ રાજયોગ અમુક રાશિઓ માટે 'ગોલ્ડન પીરિયડ' સમાન સાબિત થશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નવપંચમ રાજયોગ દરમિયાન કરવામાં આવતા ધાર્મિક કાર્યો અને રોકાણ લાંબા ગાળાનું ફળ આપે છે. પરિણામે 7મી મેથી લઈને આ 10મી મે સુધી ચંદ્રમા અને શુક્ર સાથે યુતિ કરીને નવપંચમ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. પરિણામે આ સમય કેટલીક રાશિના જાતકો માટે આત્મચિંતન અને નવા સાહસો શરૂ કરવા માટે અત્યંત શુભ રહેશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
વૃષભ:
વૃષભ રાશિના જાતકોના સ્વામી જ શુક્ર છે અને આ યોગ વૃષભ રાશિના જાતકો માટે વરદાન સમાન સાબિત થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો. પ્રેમ સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે અને ઘરમાં કોઈ નવી કિંમતી વસ્તુની ખરીદી થઈ શકે છે.
કર્ક:
ચંદ્રમા કર્ક રાશિના સ્વામી હોવાથી આ યોગ કરિયરમાં મોટી સફળતા અપાવી શકે છે. જો તમે નોકરીમાં પરિવર્તન કે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હોવ, તો આ સમયગાળામાં અચાનક સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે જૂના દેવામાંથી મુક્તિ અને વ્યવસાયના વિસ્તરણ માટે આ શ્રેષ્ઠ સમય છે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો સામાજિક અને પારિવારિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. આ સિવાય જે લોકો પ્રોપર્ટી કે જમીન-મકાનના વિવાદમાં ફસાયેલા છે, તેમને કાયદાકીય સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારનારો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવનારો રહેશે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલે બની રહેલો આ નવપંચમ રાજયોગ લાભદાયી રહેવાનો છે. જો તમે કલા, મીડિયા, લેખન કે ગ્લેમર ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમારી પ્રતિભાની વૈશ્વિક સ્તરે પ્રશંસા થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થવાથી બેંક બેલેન્સમાં વધારો થશે. આ સમય દરમિયાન માતા-પિતા સાથેના સંબંધોમાં વધુ આત્મીયતા આવશે.
મીન:
મીન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયે ચંદ્રમા તમારા લાભના સ્થાને બિરાજમાન હોવાથી રોકાણ કરેલા નાણાંમાં બમણો ફાયદો થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓનો અંત આવશે અને સંતાન પક્ષ તરફથી કોઈ ગર્વ લેવા જેવી સિદ્ધિના સમાચાર મળી શકે છે.