Sun Mar 08 2026

Logo

પાકિસ્તાનની હાર બાદ શોએબ અખ્તરનો ગુસ્સો નીકળ્યો, PCB ચીફને કહ્યા ‘અજ્ઞાની’ અને ‘અસક્ષમ’!

2 weeks ago
Author: Savan Zalariya
Article Image

ગઈ કાલે રવિવારે શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ગ્રુપ સ્ટેજની 27મી મેચ બે  કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતે 61 રને જીત મેળવી, આ સાથે ભારતે પાકિસ્તાન સામે જીતનો રેકોર્ડ વધુ મજબુત કર્યો. શરમજનક હાર બદલ પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેના આગેવાનો પર આકરા પ્રકારો કર્યા હતાં, તેણે PCBના વડા મોહસીન નકવી પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે.

ભારતની એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા શોએબ અખ્તરે રાષ્ટ્રીય ટીમનાં મેનેજમેન્ટ અંગે નારાજગી દર્શાવી. ભારત સામેની મેચમાં બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાન જેવા સિનિયર ખેલાડીઓ નિષ્ફળ રહ્યા. અખ્તરે ખાસ કરીને સૌથી વધુ જરૂર હોય ત્યારે પ્રદર્શન કરવામાં નિષ્ફળ સિનિયર સ્ટાર્સ ખેલાડીઓને PCBના સમર્થનની ટીકા કરી. તેણે કહ્યું મહત્વપૂર્ણ મેચોમાં વારંવાર નિષ્ફળતા છતાં તેમને સમર્થન કેમ મળી રહ્યું છે?

મોહસીન નકવીની પર આકરા પ્રહાર:
શોએબ અખ્તરે મોહસીન નકવીની નેતૃત્વ ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું, "એક વ્યક્તિને એ પણ ખબર નથી કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ચેરમેન છે. તે ટીમની કેવી રીતે મેનેજ કરશે? તમે એક ખેલાડીને સુપરસ્ટાર બનાવી દીધો છે, તે જરૂરી હોય એવી એક પણ મેચ પ્રદર્શન કરી શકતો નથી." 

શોએબ કહ્યું, "સૌથી મોતી વાત તો એ છે કે એક અસક્ષમ અને અજ્ઞાની વ્યક્તિને મોટી જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે દેશનો નાશ થાય છે. તે કોઈપણ સંગઠનને નુકશાન પહોંચાડી શકે છે. ઉદાહરણ તમારી સામે છે, હું કોના વિષે વાત કરી રહ્યો છું એ તમે સમજી શકો છો."