દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો રહે છે. હાલમાં જ આખો પરિવાર મુકેશ અંબાણીના જન્મદિવસે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પાના દર્શને પહોંચ્યો હતો. આ સમયના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં અંબાણી પરિવારની મોટી વહુરાણી શ્લોકા મહેતાનો સાદગીપૂર્ણ અંદાજ નેટિઝન્સને વૂડિયો વાઈરલ થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ શું છે ખાસ આ વીડિયોમાં...
મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવાર સિદ્ધિવિનાયક મંદિરના શરણે પહોંચ્યો હતો, પરંતુ આ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાએ કંઈક એવું કર્યું કે નેટિઝન્સ તેના સંસ્કારોના વખાણ કરતા થાકતા નથી.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શ્લોકા મહેતા તેની નણંદ ઈશા અંબાણીના દીકરા કૃષ્ણાને તેડીને ચાલી રહી છે. આ દરમિયાન તેણે કૃષ્ણાના નાના ચંપલ પણ પોતાના હાથમાં પકડી રાખ્યા છે. આટલા ધનવાન પરિવારમાંથી આવતી હોવા પણ જાતના દેખાડા વગર તે એક સામાન્ય મામીની જેમ ભાણાભાઈની સંભાળ લેતી જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના જન્મદિવસ પર આખો અંબાણી પરિવાર દર વર્ષે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે જાય છે. શ્લોકાની સાથે આકાશ અંબાણી અને મુકેશ અંબાણી પણ મંદિરમાં જોવા મળ્યા હતા. તમે પણ આ સમયનો વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...
અત્યાર સુધીમાં આ વાઈરલ વીડિયો હજારો યુઝર્સ જોઈ ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો જોઈને શ્લોકા મહેતાની પ્રશંસા કરી રહ્યા છે. લાઈક્સ અને કમેન્ટ કરીને યુઝર્સ શ્લોકા મહેતાના વીડિયો પર વ્હાલ વરસાવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે અમીર હોવા છતાં અંબાણી પરિવારના સંસ્કારો અને તેમની સાદગી ખરેખર પ્રશંસનીય છે. એક યુઝરે લખ્યું હતું આટલા મોટા ઘરની વહુ હોવા છતાં કોઈ અભિમાન નથી.