નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ શહેઝાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ થોડા ફેરપાર કર્યાં છે, એક્સ પર પોતાની પ્રોફાઈલમાંથી ભાજપનું નામ હટાવી દીધું છે. શહેઝાદ પૂનાવાલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીખે દેખાતો સૌથી પ્રચલિત ચહેરો હતો. જો શહેઝાદ પૂનાવાલાના રાજીનામાની વાત સાચી હોય તો ભાજપને મોટો ફટકો પડ્યો છે.
પ્રોફાઈલમાં ‘રાષ્ટ્રીય પ્રવક્તા, ભાજપ’ લખેયું હટાવ્યું
શહેઝાદ પૂનાવાલાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અપડેટ બાયોનો ફોટો પણ શેર કર્યો છે. આ પહેલા તેમની પ્રોફાઈલમાં ‘રાષ્ટ્રીય પ્રવક્તા, ભાજપ’ લખેલું હતું. તેને હવે હટાવી દીધું છે. જો કે, આ રાજીનામા અંગે શંકા જઈ રહી છે. કારણ કે, પૂનાવાલાએ માત્ર ભાજપનું નામ હટાવ્યું છે. પીએમ મોદીનું નામ હજી પણ મેન્શન કરેલું દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામમાં હજી પણ ‘રાષ્ટ્રીય પ્રવક્તા ભાજપ’ લખેલું જ છે. એટલે અનેક પ્રકારની ચર્ચાઓ અને શંકાઓ થઈ રહી છે.
Only a BJP can give you a self made person like Narendra Modi ji - the rest will only promote their children and dynasties.
— Shehzad Jai Hind (@Shehzad_Ind) July 31, 2026
Hence this BJP remains the best bet for the youth.. pic.twitter.com/1WUt4Vrxh9
ભૂતકાળના ઇન્ટરવ્યુમાંથી ક્લિપ પણ શેર કરી
એક્સ પર પૂનાવાલાએ ભૂતકાળના ઇન્ટરવ્યુમાંથી ક્લિપ શેર કરી છે. આ ક્લિપ તેઓ સક્રિય રાજકારણ છોડવા વિશે વાત કરે છે. પરંતુ શંકા એ છે કે, 38 વર્ષીય નેતા શહેઝાદ પૂનાવાલાએ સ્પષ્ટપણે એવું જણાવ્યું નથી કે તેમણે ભાજપ છોડવાનો અને સક્રિય રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે કે નહીં! બની શકે છે કે, પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું હોય અને પાર્ટી તેમને કોઈ બીજી જવાબદારી આપવાની હોય! અત્યારે ચર્ચાઓ અનેક પ્રકારની થઈ રહી છે, પરંતુ કોઈ ચોક્કસ વિગતો પ્રકાશમાં આવી નથી.

અપડેટેડ X બાયોનો સ્ક્રીનશોટ શેર કર્યો
શહેઝાદ પૂનાવાલાના નવા એક્સ બાયોની વાત કરવામાં આવે તો તેમણે જે અપડેટેડ X બાયોનો સ્ક્રીનશોટ શેર કર્યો, તેમાં લખ્યું છે, "ધર્મ - ઇસ્લામ, સંસ્કૃતિ - હિન્દુ, વિચારધારા - ભારતીય. લેખક - GST ની યાત્રા’, આ સાથે Lifelong follower of પીએમ નરેન્દ્ર મોદી’ એવું પણ લખેલું છે. આખરે એક સાથે જૂના ઈન્ટરવ્યૂની ક્લિપો અને એક્સ બાયો શા માટે ચેન્જ કરી તેના પર સવાલો થઈ રહ્યાં છે.