Fri Apr 17 2026

Logo

24 કલાક બાદ શનિદેવ કરશે નક્ષત્ર પરિવર્તન, પાંચ રાશિના લોકો એક મહિના સુધી જીવશે રાજા જેવું જીવન, બેંક બેલેન્સમાં થશે...

2026-04-16 16:12:13
Author: Darshna Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને આ જ અનુસંધાનમાં શનિદેવને ન્યાયના દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે તેમને ફળ આપે છે. આવા શનિદેવ અખાત્રીજ પહેલાં એટલે કે 19મી એપ્રિલ પહેલાં નક્ષત્રક્ષ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિદેવના આ નક્ષત્ર પરિવર્તનને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ન્યાયના દેવતા ગણાતા શનિદેવ 19મી એપ્રિલના રોજ આવતી અખાત્રીજના બે દિવસ પહેલાં જ એટલે કે 17મી એપ્રિલ 2026ના રોજ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિદેવ આ દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 17મી મે સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. શનિનું આ નક્ષત્ર પરિવર્તન ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે, અનેક રાશિને આ નક્ષત્ર પરિવર્તનને કારણે ધનલાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે 17મી એપ્રિલના શનિદેવનું થનારું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. આ સમયે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા નાણાં પરત મળશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ અને મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

મિથુન: 

મિથુન રાશિના જાતકો માટે પણ 17મી એપ્રિલથી 17મી મે સુધીનો સમયગાળો અનુકૂળ સાબિત થવાનો છે. આ સમયે આ રાશિના લોકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ભાગીદારીના વ્યવસાયમાં મોટો લાભ થશે અને નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. સંબંધોમાં સુધારો અને નવા કાર્યની શરૂઆત માટે ઉત્તમ સમય છે.

સિંહ: 

આ રાશિના જાતકો માટે પણ શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરીને અપરંપાર કૃપા વરસાવી રહ્યા છે. લાંબા સમયથી અટકી પડેલાં કામો પૂરા થશે, જેને કારણે મન પ્રસન્ન થશે. આ સિવાય આ સમયગાળા દરમિયાન સમાજમાં માન-સન્માન વધશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિની તકો મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. 

કન્યા: 

કન્યા રાશિના જાતકોને શનિદેવના નક્ષત્ર પરિવર્તનને કારણે લાભ થઈ રહ્યો છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં ખુશીઓ આવશે અને બિનજરૂરી ખર્ચ પર કાબૂ આવશે. માતા-પિતાના આશિર્વાદથી આ સમયે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે. 

ધન: 

ધન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ સાબિત થવાનો છે. એક પછી એક સફળતા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કરિયરમાં ગ્રોથ અને પ્રમોશનના પ્રબળ યોગ છે. નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે અને મુસાફરીથી લાભ થશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી આવી રહી છે. 

શનિદેવને પ્રસન્ન કરવાના ખાસ ઉપાયો:

વાત કરીએ ન્યાયના દેવતા શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયોની તો તે નીચે મુજબ છે. 

* શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.
* કાળા તલ અને તેલનું દાન કરવું.
* હનુમાન ચાલીસાના પાઠ કરવા અને હનુમાનજીની પૂજા કરવી.
* જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી અને કાગડાઓને ભોજન કરાવવું.