Thu May 14 2026

Logo

72 કલાક બાદ ન્યાયના દેવતા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, પાંચ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-05-14 16:11:09
Author: Darshana Visaria
Article Image

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા ગણાતા શનિદેવ ટૂંક સમયમાં નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 17મી મે 2026ના રોજ બપોરે 6.49 વાગ્યે ન્યાયના દેવતા શનિદેવ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાંથી ગોચર કરીને રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી બુધ છે અને શનિ-બુધ વચ્ચે મિત્રતાનો ભાવ હોવાથી આ ગોચર 'અમૃત સિદ્ધિ' સમાન સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ આખરે કઈ છે પાંચ ભાગ્યશાળી રાશિઓ કે જેમને શનિના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ થઈ રહ્યો છે. 

વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે ન્યાયના દેવતા શનિનું આ ગોચર તમારા માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખોલશે. વર્ષોથી અટવાયેલા નાણાં પરત મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જો તમે શેરબજાર કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ છે. નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. 

મિથુન
ગ્રહોના રાજકુમાર બુધ મિથુન રાશિના સ્વામી હોવાથી શનિનું આ પરિવર્તન તમારા માટે વરદાનરૂપ રહેશે. નોકરીમાં પ્રમોશન અને વિદેશ જવાના સપના જોતા જાતકોની ઈચ્છા પૂરી થશે. તમારી નિર્ણયશક્તિ સચોટ બનશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે.  

કન્યા
કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેવાનો છે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. જો કોઈ કાયદાકીય ગૂંચવણ કે કોર્ટ કેસ ચાલતો હશે તો તેમાં તમને સફળતા મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને વેપારમાં ભાગીદારીથી લાભ થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે. 

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને આ સમયે લાંબા સમયથી સતાવી રહેલી બીમારીઓમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત આ સમયે તમને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. સંતાન પક્ષે શુભ સમાચાર મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, જે તમને આંતરિક શાંતિનો અનુભવ કરાવશે. સંતાન તરફથી આ સમયે તમને લાભ થઈ રહ્યો છે. 

કુંભ
કુંભ રાશિના સ્વામી શનિદેવ હોવાથી તેમનું રેવતી નક્ષત્રમાં તેમનું ગોચર આર્થિક રીતે મજબૂત બનાવશે. આ ઉપરાંત આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી માર્કેટિંગ અને સેલ્સના ક્ષેત્રમાં કામ કરતા લોકોને મોટો આર્થિક ફાયદો થતાં ખુશીનો પાર નહીં રહે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

વધુ જુઓ...