જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા અને કર્મફળદાતા શનિદેવને સૌથી ધીમી ગતિએ ચાલતા પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. 27મી જુલાઈ, 2026થી પોતાની મિત્ર રાશિ મીનમાં વક્રી અવસ્થામાં ચાલી રહેલા શનિદેવ આખરે 11મી ડિસેમ્બર, 2026ના રોજ માર્ગી થવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થઈ રહ્યા છે.
સામાન્ય રીતે શનિ વક્રી થાય ત્યારે કાર્યોમાં વિલંબ, અણધાર્યા વિઘ્નો અને જૂના કર્મોનો હિસાબ-કિતાબ સામે આવતો હોય છે. પરંતુ ડિસેમ્બરમાં શનિની સીધી ચાલ શરૂ થતાં જ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે અને ૪ ભાગ્યશાળી રાશિઓ માટે આર્થિક પ્રગતિ તથા ભાગ્યોદયનો સમય શરૂ થશે. ચાલો કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ...
વૃષભઃ
વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં શનિદેવ અગિયારમા ભાવમાં માર્ગી થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળશે. લાંબા સમયથી અટવાયેલા કામો અચાનક પૂરા થવા લાગશે. નોકરીયાત વર્ગ માટે પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના દ્વાર ખુલશે, જ્યારે વેપારીઓને કોઈ મોટી નફાકારક ડીલ મળી શકે છે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકોના દશમ ભાવમાં શનિની સીધી ચાલ શરૂ થશે. કાર્યક્ષેત્રમાં આવી રહેલા પડકારો સમાપ્ત થશે અને કરેલી મહેનતનું યોગ્ય ફળ મળશે. સિનિયર્સ અને ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. નવી નોકરી કે બિઝનેસ વિસ્તારવા માટે 11મી ડિસેમ્બર પછીનો સમય અત્યંત સાનુકૂળ રહેશે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી રહેશે. ન્યાયવા દેવતા શનિ પોતાની જ રાશિના સ્વામી હોવા સાથે તમારા ત્રીજા ભાવમાં માર્ગી થશે. આત્મવિશ્વાસ અને સાહસમાં જબરદસ્ત વધારો થશે. નાના ભાઈ-બહેનોનો સાથ મળશે. બિઝનેસ માટે આ સમય લાભદાયી સાબિત થશે અને કોર્ટ-કચેરી કે કાયદાકીય મામલાઓ તમારી તરફેણમાં આવી શકે છે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. શનિદેવ તમારી રાશિના સ્વામી તરીકે તમારા બીજા ભાવમાં માર્ગી થશે. આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે અને લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળશે. પારિવારિક વિવાદોનો સુખદ ઉકેલ આવશે. વાણીની કડવાશને કારણે બગડેલા સંબંધો ફરી મધુર બનશે.
શનિદેવની કૃપા મેળવવાના સરળ ઉપાય:
- શનિવારની સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.
- જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને કાળા તલ, સરસવનું તેલ, કાળા વસ્ત્રો અથવા જૂતા-ચપ્પલનું દાન કરવું.
- શનિવારના દિવસે નિયમિત હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરવાથી શનિ દોષ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.