Tue Oct 06 2026

Logo

ન્યાયના દેવતા શનિદેવ ચાલશે વક્રીચાલ, આ ચાર રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-07-20 17:47:28
Author: Darshana Visaria
ન્યાયના દેવતા શનિદેવ ચાલશે વક્રીચાલ, આ ચાર રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. 27મી જુલાઈ 2026ના રોજ શનિ દેવ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે, એટલે કે તેઓ પોતાની ઉલ્ટી ચાલ શરૂ કરશે. શનિ દેવ 11મી ડિસેમ્બર 2026 સુધી આ વક્રી અવસ્થામાં રહેશે. જ્યોતિષીય ગણતરી મુજબ, શનિની આ ઉલ્ટી ચાલ તમામ 12 રાશિઓ પર અસર કરશે, પરંતુ ચાર ભાગ્યશાળી રાશિઓ એવી છે જેમના માટે આગામી સમય અતિ શુભ અને ધનલાભ કરાવનારો સાબિત થશે. આવો જાણીએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ...

મેષઃ
મેષ રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલ અત્યંત ફાયદાકારક સાબિત થશે. જો તમારા પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે, તો તે આ સમયગાળા દરમિયાન પરત મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને આકસ્મિક મોટો નફો થશે. જ્યારે નોકરીયાત વર્ગ માટે પ્રમોશન અને પગાર વધારાના મજબૂત યોગ બની રહ્યા છે.

સિંહઃ
શનિની ઉલ્ટી ચાલ સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિને બૂસ્ટ આપશે. વ્યાપારીઓને મોટી અને ફાયદાકારક ડીલ ફાઇનલ કરવાની તક મળશે. રોકાણ કરવા માટે આ સમય સર્વશ્રેષ્ઠ છે, જેમાં લાંબા ગાળે મોટો નફો મળી શકે છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે.

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો પર શનિ દેવની વિશેષ કૃપા વરસશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માન વધશે. આ સમયે તમને પૈતૃક સંપત્તિથી મોટો લાભ મળી શકે છે. લાંબા સમયથી નવું ઘર, જમીન કે વાહન ખરીદવાનું સપનું જોઈ રહ્યા હોવ તો તે હવે પૂરું થશે. આ ઉપરાંત, જૂની બીમારીઓમાંથી પણ મોટી રાહત મળશે.

ધનઃ
ધન રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલ ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો કરનારી નીવડશે. તમારી લાંબા સમયની અધૂરી ઈચ્છાઓ આ સમયગાળામાં પૂર્ણ થઈ શકે છે. અચાનક નાણાકીય લાભ થવાથી આર્થિક મોરચે મોટી રાહત મળશે, જેના કારણે મન શાંત અને ખુશખુશાલ રહેશે.