કોલકાતા : પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ સાયોની ઘોષે તેમની પર સંયુક્ત મિલકત ઘરાવતા હોવાના કરવામાં આવેલા આક્ષેપનો જવાબ આપ્યો છે. તેમણે આ પ્રોપર્ટી અંગેના ફોટા અને પુરાવા રજૂ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે સત્યમેવ જયતે.
બે સાંસદોની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના પ્રયાસનો સ્પષ્ટ કિસ્સો
આ અંગે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દ્વારા આ વાસ્તવિકતા પ્રકાશમાં આવી છે. સાયોની ઘોષે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બે સાંસદોની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના પ્રયાસનો સ્પષ્ટ કિસ્સો છે.
આ અંગે મળતી માહિતી મુજબ બંગાળ ભાજપે 43 મિલકતોની યાદી બહાર પાડી હતી. જેમા પાર્ટીએ દાવો કર્યો હતો કે તે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સાથે જોડાયેલી છે. આમાં અભિષેક બેનર્જી નામના વ્યક્તિ અને સાયોની ઘોષ નામની એક મહિલાની સંયુક્ત માલિકીની એક ચોક્કસ મિલકત પણ હતી.
ત્યારે ટીએમસી સાંસદ સાયોની ઘોષે આ મિલકતો સાથે કોઈપણ વ્યક્તિગત જોડાણ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ મિલકતનું સરનામું 19 D,7 ટેન્ક લેન, કોલકાતા છે.
મિલકતના માલિક અભિષેક બંદોપાધ્યાય અને તેમની પત્ની સાયોની ઘોષ
જ્યારે હવે ટીએમસી સાંસદ સાયોની ઘોષે આ મિલકતો અંગે એક નવો દાવો કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તપાસ દરમિયાન જણાવ્યું છે કે આ મિલકતના માલિક અભિષેક બંદોપાધ્યાય અને તેમની પત્ની સાયોની ઘોષ છે.
મિલકતના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા
આ અંગે ટીએમસી સાંસદ સાયોની ઘોષે એકસ પર આ અંગે વિગતવાર જણાવ્યું હતું. તેમજ મિલકતના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા છે. તેમણે લખ્યું, સત્યમેવ જયતે, કોલકાતા-30 ના 19B 7 ટેન્ક લેન પર સ્થિત પરિસરમાં પહોંચ્યા પછી KMC મકાન વિભાગના અધિકારીઓએ શોધી કાઢ્યું કે અભિષેક બેનર્જી એક પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરે છે. તેમના પત્ની સાયોની ઘોષ સ્કૂલમાં શિક્ષિકા છે. તેવો બે પુત્રીઓ સાથે આ એપાર્ટમેન્ટમાં રહે છે.