Wed Sep 16 2026

Logo

સંસદ પરિસરમાં પપ્પુ યાદવના પ્રદર્શનથી સંત સમાજમાં આક્રોશ, કહ્યું સંતો અને સનાતનનું અપમાન

2026-07-31 17:12:15
Author: Chandrakant Kanoja
સંસદ પરિસરમાં પપ્પુ યાદવના પ્રદર્શનથી સંત સમાજમાં આક્રોશ, કહ્યું સંતો અને સનાતનનું અપમાન

હનુમાનગઢી: રામ મંદિર દાન ચોરી મુદ્દે સંસદ પરિસરમાં  સાધુના વેશમાં પપ્પુ યાદવે કરેલા પ્રદર્શન અંગે સંત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે હનુમાનગઢીના મહંત રાજુ દાસે તેને સંત સમાજ અને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે  રાહુલ ગાંધી અને સપા નેતાઓની પણ આકરી ટીકા કરી હતી.

સાંસદે મુલ્લા કે મૌલવી બનીને આવું કૃત્ય કર્યું છે

તેમણે  કહ્યું કે રામ મંદિર દાન ચોરી કેસમાં સંતોને જોડવા યોગ્ય નથી. મહંત રાજુ દાસે રાહુલ ગાંધી, પપ્પુ યાદવ અને સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓની પણ ટીકા કરી હતી. તેમજ સંત સમુદાયને આવા નેતાઓનો વિરોધ કરવાની અપીલ કરી. તેમણે પૂછ્યું કે શું કોઈ નેતા કે સાંસદે મુલ્લા કે મૌલવી બનીને આવું કૃત્ય કર્યું છે.

આ સંતો અને સનાતનનું અપમાન

રામ મંદિરના ગેરવહીવટને કારણે પપ્પુ યાદવે પોતાને સંતનો વેશ ધારણ કરીને દાન ચોરી કરતા બતાવ્યા છે. બીજી તરફ, રાહુલ ગાંધી હસી રહ્યા છે. તેઓ દાન આપી રહ્યા છે. જ્યારે સાંસદ અવધેશ પ્રસાદ અને અનેક સપા સાંસદો સાધુનો કોલર પકડી રહ્યા છે. આ સંતોનું અપમાન છે સનાતનનું અપમાન છે.

પપ્પુ યાદવ દ્વારા સંસદ પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો

પપ્પુ યાદવ દ્વારા સંસદ પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો છે. સંસદની બહાર સાધુના વેશમાં આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિપક્ષના અનેક સાંસદો પણ હાજર રહ્યાં હતાં. વિરોધ પ્રદર્શન માટે સાધુના વેશમાં દાનપેટી લઈને પહોંચ્યાં હતાં. આ દરમિયાન તેઓ સાંકેતિક રીતે દાનની ચોરી કરીને રામ મંદિર દાન ચોરીને વિરોધ કરતા જોવા મળ્યાં હતાં. આ દરમિયાન પાછળથી વિપક્ષી સાંસદો નારા લગાવી રહ્યાં હતાં.