Mon Oct 05 2026

Logo

'અમને અમિત શાહનું લેક્ચર સાંભળવામાં રસ નથી': સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે રાહુલ ગાંધીનો પ્રહાર

2026-08-12 15:06:00
Author: Vimal Prajapati
'અમને અમિત શાહનું લેક્ચર સાંભળવામાં રસ નથી': સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે રાહુલ ગાંધીનો પ્રહાર

નવી દિલ્હીઃ સંસદમાં ચાલી રહેલ ચોમાસું સત્ર સતત ત્રણ અઠવાડિયાથી હોબાળાને ભેટ ચડ્યું છે. નીટ પેપર લીક પછીના ઘટનાક્રમ વચ્ચે શિક્ષણ પ્રધાનના રાજીનામા પછી પણ વિપક્ષે વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે સરકારનો જવાબ માગ્યો હતો. આ મુદ્દે ખાસ કરીને વિપક્ષ દ્વારા વારંવાર અમિત શાહ સદનમાં આવીને જવાબ આપે તેવી માંગણી કરવામાં આવી રહી હતી. 
મહત્વની વાત એ છે કે, નીટ પેપર લીક, જંતર મંતર વિરોધ પ્રદર્શન અને પોલીસે કરેલી કાર્યવાહી મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બંને સદનમાં ચર્ચા કરવા માટે તૈયારી દર્શાવી છે. પરંતુ હવે વિપક્ષ નેતા રાહુલ ગાંધી અલગ નિવેદન આપી રહ્યાં છે. જેની માંગણી કરવામાં આવી રહી હતી, તેના માટે કેન્દ્રીય ગૃહ પ્રધાને તૈયારી દર્શાવી તો રાહુલ ગાંધીએ કહ્યું કે, અમને લેક્ચર (ભાષણ) સાંભળવામાં કોઈ રસ નથી!

અમિત શાહના નિવેદન અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા?
વિગતે વાત કરવામાં આવે તો, અમિત શાહના નિવેદન પર રાહુલ ગાંધી કહ્યું કે, અમને અમિત શાહનું લેક્ચર સાંભળવામાં કોઈ જ રસ નથી. અમિત શાહ માત્ર સ્પષ્ટ જવાબ આપે અને પોતાની જવાબદારી સ્વીકારે! વધુમાં કહ્યું કે, 20મી જુલાઈએ જંતર મંતર પર પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને ગોળી ચલાવવાનો આદેશ કોણે આપ્યો હતો? આ દેશના યુવાનોને અમિત શાહના ભાષણ પર કોઈ જ રસ નથી, તેમને માત્ર સ્પષ્ટ જવાબ જોઈએ છે. 

ગૃહ પ્રધાન છેલ્લા 20 દિવસથી સંસદમાંથી ગુમ
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, ગૃહ પ્રધાન છેલ્લા 20 દિવસથી સંસદમાંથી લાપતા રહ્યાં છે, તેમનામાં સદનમાં આવીને સામનો કરવાની હિંમત નથી. જો ગૃહ પ્રધાને વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તો તેમને સત્વરે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. પ્રશ્ન એ છે કે, હવે વિપક્ષ સદનમાં ચર્ચા કરવા માટે તૈયાર થશે કે કેમ? તે એક પ્રશ્ન છે. 

મીડિયા સાથે વાત કરતા અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ પહેલા જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, સરકાર નીટ વિરોધ પ્રદર્શન પર દરેક મુદ્દે ચર્ચા કરવા માટે અને જવાબ આપવા માટે તૈયાર છે. વિપક્ષ સ્પીકને પત્ર લખીને પોતાના પ્રશ્નો આપે તો સરકાર ચર્ચા કરશે.
 
આ સાથે તેઓ પોતે પણ સદનની કાર્યવાહી દરમિયાન હાજર રહેશે, દરેક મુદ્દાને સાંભળશે અને તેનો જવાબ પણ આપશે. અમિત શાહે એવો આક્ષેપ કર્યો છે કે, સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સદનની કાર્યવાહી સ્થગિત થઈ રહી છે. ભારતના રાજકારણનો હાઈ વોલ્ટેજ ડ્રામા છે કે અત્યાર સુધી જે વિપક્ષ ગૃહ પ્રધાનનો જવાબ છડેચોક માગી રહ્યું હતું હવે એને જવાબ સાંભળવામાં રસ નથી અને જાહેરમાં વિપક્ષના નેતા પણ નિવેદન આપે છે, જે સૌથી મોટી દુખની વાત છે. અમુકે લખ્યું હતું કે મૂળ મુદ્દા સમસ્યાઓથી લોકો વંચિત રહે છે, જ્યારે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરીને પોતાના ઈગોને ખુશ કરે રાખે છે એનાથી નવી વાત નથી, એવી સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી.