Thu Sep 10 2026

Logo

રોહિત-કોહલીએ લૉર્ડ્સમાં રચ્યો ઇતિહાસ, જોડીમાં આ વિક્રમ બનાવ્યો

London   2026-07-19 17:01:41
Author: Ajay Motiwala
રોહિત-કોહલીએ લૉર્ડ્સમાં રચ્યો ઇતિહાસ, જોડીમાં આ વિક્રમ બનાવ્યો

BCCI


લંડનઃ ઇંગ્લૅન્ડ સામે લૉર્ડ્સની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી (Pair)એ નવો ઇતિહાસ રચ્યો છે. આ પહેલી ભારતીય જોડી છે જેઓ 400 આંતરરાષ્ટ્રીય મૅચ એકસાથે રમ્યા છે.

ભારતના બે સૌથી અનુભવી બૅટ્સમેન રોહિત-કોહલી (Rohit-Kohli)ની જોડી `રો-કો' તરીકે ઓળખાય છે. તેમણે આ ભારતીય વિક્રમ લૉર્ડ્સના મેદાન પર રવિવારે બપોરે શ્રેણીની અંતિમ વન-ડેમાં રમતાં જ પોતાના નામે લખાવ્યો હતો. તેઓ ભારત વતી જોડીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર ખેલાડી છે.

તેમણે સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડની જોડીની 391 મૅચની ભાગીદારીનો વિક્રમ થોડા સમય પહેલાં જ તોડી નાખ્યો હતો, પરંતુ સાથે મળીને 400 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર જોડીમાં તેઓ પ્રથમ છે.

ક્રિકેટ જગતમાં જોડીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૅચ શ્રીલંકાના કુમાર સંગકારા અને માહેલા જયવર્દને રમ્યા છે. તેઓ શ્રીલંકા વતી જોડીમાં 550 મૅચ રમ્યા હતા. જોકે રોહિત-વિરાટ આ રેકૉર્ડ-બુકમાં 400 મૅચ સાથે છઠ્ઠા નંબરે છે. રોહિતે 2007માં અને વિરાટે 2008માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી. છેલ્લા 18 વર્ષમાં તેમણે ભારતીય ક્રિકેટને નવી દિશા અપાવી અને ઘણી સિદ્ધિ પણ મેળવી આપી હતી.

જોડીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૅચો રમનાર ખેલાડીઓ