Sun Sep 06 2026

Logo

T20 વર્લ્ડ કપ વચ્ચે ભારત માટે માઠા સમાચાર, આ સ્ટાર ક્રિકેટરના પિતાનું નિધન

2026-02-27 08:53:00
Author: Mayur Patel
T20 વર્લ્ડ કપ વચ્ચે ભારત માટે માઠા સમાચાર, આ સ્ટાર ક્રિકેટરના પિતાનું નિધન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ વચ્ચે ભારત માટે માઠા સમાચાર છે. રિન્કુ સિંહના પિતા ખચંદ્ર સિંહનું નિધન થયું છે. તેમણે ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને સ્ટેજ-4 લિવર કેન્સર હતું. તાજેતરમાં તેમની તબિયત લથડી હતી, જે બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હ. પિતાના ખરાબ સ્વાસ્થ્યની જાણકારી મળતાં જ રિન્કુ સિંહ પિતા પાસે પહોંચી ગયો હતો.  ખચંદ્ર સિંહ અનેક દિવસોની વેન્ટિલેટર સપોર્ટ પર હતા અને તેમને રીનલ રિપ્લેસમેંટ થેરપી આપવામાં આવતી હતી.

તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમના મિડલ-ઑર્ડર બેટ્સમેન રિન્કુ સિંહના પિતાની તબિયત ગંભીર થઈ જતાં તે હમણાં આ ટૂર્નામેન્ટ છોડીને ઘરે પાછો આવી ગયો  હતો.ઘરેથી સમાચાર મળતાં જ વતન પાછો આવવા રવાના થયો હતો. સામાન્ય રીતે રિન્કુને ઓછા બૉલ રમવા મળતા હોય છે, પરંતુ મોટા ભાગે તે એવી ટૂંકી ઇનિંગ્સને ધમાકેદાર બનાવવાનો પૂરો પ્રયાસ કરતો હોય છે. 28 વર્ષીય રિન્કુ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે.


વર્લ્ડ કપમાં રમશે કે નહીં

બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે રિન્કૂ સિંહને લઈ કહ્યું હતું કે, તેના પિતાની તબિયત ઠીક નથી તેથી તે ઘરે ગયો છે. તે ટૂંક સમયમાં ટીમ ટીમ સાથે જોડાઈ જશે. ગઈકાલે ઝિમ્બાબ્વે સામેની મેચમાં પણ તે ફિલ્ડિંગ કરતાં જોવા મળ્યો હતો. જોકે આ દુખદ સમાચાર બાદ તે હવે વર્લ્ડ કપમાં આગળની મેચમાં રમશે કે નહીં તેના પર કોઈ અપડેટ હજુ સુધી સામે આવ્યું નથી.

રીન્કુ સિંહની કરિયર

રીન્કુ સિંહે 45 ટી20 મેચમાં 16 વખત અણનમ રહીને 155.73ના સ્ટ્રાઈક રેટથી 665 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 69 રન નોટઆઉટ છે. આ ઉપરાંત ત્રણ વિકેટ પણ ઝડપી છે. જ્યારે 2 વન ડેમાં તેણે 55 રન બનાવ્યા છે અને એક વિકેટ પણ લીધી છે.