Fri Oct 02 2026

Logo

મુંબઈ સામે જીત્યા પછી RCBને લાગ્યો મોટો ઝટકો, BCCIએ ફટકાર્યો દંડ?

2026-05-11 18:20:52
Author: Mumbai Samachar Team
મુંબઈ સામે જીત્યા પછી RCBને લાગ્યો મોટો ઝટકો, BCCIએ ફટકાર્યો દંડ?

IPL


રાયપુરઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરને મુંબઈ ઇન્ડિયન્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચ દરમિયાન ચોથા અમ્પાયર સાથે દલીલ કરવાના કારણે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

આઈપીએલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરને ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટેની આઈપીએલ આચારસંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન બદલ તેમની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. એન્ડીને આઈપીએલ આચારસંહિતાની કલમ 2.3ના ઉલ્લંઘનના દોષિત ઠેરવવામાં આવ્યા છે, જે 'મેચ દરમિયાન સ્પષ્ટ રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ' કરવા સંબંધિત છે. 

BCCI

આ ઘટના 17.2 ઓવરમાં બની હતી જ્યારે એન્ડીએ ચોથા અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી હતી. એન્ડીએ ગુનો સ્વીકાર્યો અને મેચ રેફરી અમિત શર્માના નિર્ણયનો સ્વીકાર કર્યો હતો." નોંધનીય છે કે મુંબઈ સામેની મેચ આરસીબીએ બે વિકેટથી જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.