Mon Jul 27 2026

Logo

ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનથી આરબીઆઇ ચિંતિત,  રેપો રેટ વધવાના સંકેત

2026-05-21 17:52:20
Author: Chandrakant Kanoja
Article Image

Ai Generated Image


નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં વધતાં  તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. જેની સીધી અસર રૂપિયા પર જોવા મળી છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. તેમજ રૂપિયા હાલ ડોલર સામે 96. 34 રૂપિયા સ્તરે પહોંચ્યો છે. જેના પગલે આરબીઆઇની ચિંતામાં વધારો થયો છે. તેમજ રૂપિયાને સ્થિર કરવા અંગે રેપો રેટ વધારી શકે છે. જેની સીધી અસર સામાન્ય લોકોને થશે. 

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વાર વધારો

તેમજ ક્રૂડ ઓઇલના સતત વધી રહેલા ભાવના લીધે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો છે. તેમજ હજુ પણ વધી શકે છે. તેમજ  3 થી 5 જૂન દરમિયાન યોજાનારી આરબીઆઇની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં ફુગાવાની સમીક્ષા કરવામાં આવશે. જોકે, સમિતિએ આ વર્ષે તેનો બેન્ચમાર્ક દર 5.25 ટકા  પર યથાવત રાખ્યો છે. પરંતુ ડોલર સામે નબળો પડતો રૂપિયો અને ફુગાવાના દબાણને કારણે રેપો રેટમાં વધારો કરવામાં આવી શકે છે.  

રૂપિયાના મૂલ્યમાં 10 થી 12 ટકાનો ઘટાડો

મીડિયા અહેવાલ મુજબ એક વર્ષ દરમિયાન રૂપિયાના મૂલ્યમાં 10 થી 12 ટકાનો ઘટાડો થયો છે. પરિણામે ઘણા નિષ્ણાતો રૂપિયો 100ના સ્તરને પાર કરે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તેમજ આરબીઆઇ રૂપિયાને સ્થિર રાખવા અનેક મોટા પગલાં લેવાની તૈયારી કરી રહી છે.

ઇએમઆઇ વધવાના સંકેત મધ્યમ વર્ગને આંચકો 

જેમાં આરબીઆઇ  રૂપિયાને સ્થિર કરવાના પ્રયાસમાં રેપો રેટ વધારવાનું વિચારી રહી છે. તેમજ કરન્સી ટ્રાન્સફર અને ડોલર મોબિલાઇઝેશન સંબંધિત યોજનાઓ પર પણ સક્રિયપણે કામ કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં, જો રેપો રેટ ખરેખર વધારવામાં આવે છે તો આર્થિક મંદીના સમયગાળા દરમિયાન  બેંક લોન પર  EMI વધશે. જેના લીધે મધ્યમ વર્ગને મોંધવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવશે.