Wed Aug 19 2026

Logo

આરબીઆઈએ બેંકિંગ અને ધિરાણ ક્ષેત્રમાં લાગુ કર્યા નવા નિયમો, એક એપ્રિલથી અમલમાં આવશે

2026-03-29 17:02:00
Author: Chandrakant Kanoja
Article Image

મુંબઈ : ભારતીય રિઝર્વ બેંકે  દેશના બેંકિંગ અને ધિરાણ ક્ષેત્રોમાં પારદર્શિતા લાવવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. જેમાં બેંક  લોન, CIBIL સ્કોર્સ અને બેંક ખાતામાં નોમિની સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો 1 એપ્રિલથી તબક્કાવાર લાગુ થશે. 

1 એપ્રિલથી CIBILસ્કોર મહિનામા ચાર વાર અપડેટ થશે 

આરબીઆઇ દ્વારા લાગુ થનારા નવા નિયમો ગ્રાહકો માટે  મહત્વના છે.  જેમાં હવે 1 એપ્રિલથી  લોન લેનારાઓએ તેમના ક્રેડિટ સ્કોર અપડેટ થવા માટે આખો મહિનો રાહ નહિ જોવી પડે. હાલમાં, CIBIL સ્કોર મહિનામાં એકવાર અપડેટ થાય છે.  જે  આવતા મહિનાથી  આ પ્રક્રિયા દર સાત દિવસે પૂર્ણ થશે. જેના લીધે ગ્રાહકનો  ક્રેડિટ પ્રોફાઇલ ડેટા દર મહિનાની 7મી, 14 મી, 21 મી અને  28 મી તારીખે અપડેટ કરવામાં આવશે. આ  સ્કોર સુધારવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે એક ઉત્તમ તક  છે. જોકે, લોન ડિફોલ્ટના કેસમાં પણ  માહિતી પણ ઝડપથી રેકોર્ડ કરવામાં આવશે  જેના કારણે CIBIL સ્કોરમાં ઝડપી પણ  ઘટાડો થશે.

લોનનો  પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જ વસૂલવામાં નહીં આવે

આ ઉપરાંત અન્ય બદલાવ લોનધારકો માટે છે. જેમાં હવે નવી જોગવાઈ મુજબ  ફ્લોટિંગ વ્યાજ દરે લેવામાં આવતી  હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને એજ્યુકેશન લોન પર કોઈપણ પ્રકારના પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જ વસૂલવામાં નહીં આવે.  આનો સીધો અર્થ એ છે કે જો ગ્રાહક લોન વહેલી ચૂકવે છે તો કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.  હાલમાં, નિયમ એ છે કે જો કોઈ ગ્રાહક  લોન વહેલી બંધ કરવા માંગે છે તો તેણે બેંકને ફી ચૂકવવી પડે છે. 

બેંક ખાતાઓ અને લોકરમાં વધુમાં વધુ ચાર નોમિની ઉમેરી શકાશે 

આ ઉપરાંત અન્ય એક બદલાયેલા નિયમ મુજબ 1 એપ્રિલથી  ગ્રાહકો તેમના બેંક ખાતાઓ અને લોકરમાં વધુમાં વધુ ચાર નોમિની ઉમેરી શકશે. જેનાથી અણધારી આકસ્મિક ઘટનામાં સંપત્તિ વ્યવસ્થાપન અને કાનૂની વારસદારો માટે પહોંચ સરળ બનશે. તેમજ જ્વેલરી વ્યવસાયો માટે, ગોલ્ડ મેટલ લોન માટે ચુકવણીનો સમયગાળો 180  દિવસથી વધારીને 270  દિવસ કરવામાં આવ્યો છે. આનાથી તેમના રોકડ પ્રવાહમાં સુધારો થશે.