Tue Oct 06 2026

Logo

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર, ભારતીય ઓઇલ કંપનીઓનું નુકસાન વધ્યું

2026-09-09 21:18:06
Author: Mumbai Samachar Team
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર, ભારતીય ઓઇલ કંપનીઓનું નુકસાન વધ્યું

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની અસર ભારતની ઓઇલ કંપનીઓ પર પડી રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર થયો છે. જેના પગલે કંપનીઓએ પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 5 અને ડીઝલ પર પ્રતિ લિટર ₹23નું નુકસાન ભોગવી રહી છે. 

યુએસ WTI ક્રૂડ પણ લગભગ 2 ટકા વધ્યો

જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને પશ્ચિમ એશિયામાં પુરવઠા અંગેની ચિંતાઓને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. બુધવારે, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 2.5 ટકા વધ્યો છે. જે પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર ગયો છે.  આ દરમિયાન  યુએસ WTI ક્રૂડ પણ લગભગ 2 ટકા વધ્યો છે. જે પ્રતિ બેરલ 95 ડોલર સુધી પહોંચ્યો છે. 

પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ ત્રણ મહિનાથી સ્થિર 

હાલ ભારતમાં  પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ ત્રણ મહિનાથી સ્થિર રહ્યા છે. છેલ્લો વધારો 25 મેના રોજ થયો હતો, જ્યારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹2.71નો વધારો કરવામાં આવ્યો હતો. મે મહિનાની શરૂઆતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર તબક્કામાં અનુક્રમે કુલ ₹7.35 અને ₹7.53 પ્રતિ લિટરનો વધારો થયો હતો.

ભારતની ક્રૂડ ઓઇલ આયાત 56 ટકાથી વધી

ઉલ્લેખનીય છે કે, ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના 88 ટકાથી વધુની આયાત કરે છે.પરિણામે, આંતરરાષ્ટ્રીય ભાવમાં કોઈપણ વધારો દેશમાં સીધી અસર કરે છે. એપ્રિલ અને જુલાઈ વચ્ચે ભારતની ક્રૂડ ઓઇલ આયાત  56 ટકાથી વધીને 63.4 બિલિયન ડોલર થઇ હતી. જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 40.5 બિલિયન ડોલર હતી.