Wed Sep 02 2026

Logo

શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરીને બનાવશે રાજયોગ, 3 રાશિના જાતકોને મળશે અપાર સુખ-સમૃદ્ધિ, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?

2026-04-09 16:17:44
Author: Darshana Visaria
શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરીને બનાવશે રાજયોગ, 3 રાશિના જાતકોને મળશે અપાર સુખ-સમૃદ્ધિ, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?

જ્યોતિષશાસ્ત્રમાં કેન્દ્ર અને ત્રિકોણ ભાવના સ્વામીઓના મિલનથી બનતો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આગામી 19મી એપ્રિલ 2026ના રોજ જ્યારે શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે, ત્યારે આ શુભ રાજયોગનું નિર્માણ થશે, જે અનેક રાશિઓ માટે ધન-વૈભવના દ્વાર ખોલશે.

વૈદિક પંચાંગ અનુસાર, 19મી એપ્રિલના રોજ બપોરે 3.47 કલાકે શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રને સુખ, સંપત્તિ, લક્ઝરી અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. આ ગોચરથી બનતો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ભાગ્યશાળી રાશિઓ માટે ઉન્નતિ અને પ્રતિષ્ઠા લાવશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ સમયગાળા દરમિયાન અપરંપાર લાભ થઈ રહ્યો છે. 

વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે આ રાજયોગ વૃષભ રાશિમાં જ બની રહ્યો હોવાથી વિશેષ લાભદાયી સાબિત થવાનો છે. આ સમયે આ રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ અને નવી તકો મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને માન-સન્માનમાં વધારો થશે. કુંવારા લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે, પરંતુ બિનજરૂરી ખર્ચ અને આળસથી બચવું જરૂરી છે.

સિંહ: 
સિંહ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. બેરોજગારોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું પડશે, નહીં તો સરવાળે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. 

કન્યા: 
કન્યા રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને અટકેલા કામો પૂરા થશે. વિદેશ મુસાફરી અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સફળતાના યોગ છે. આર્થિક લાભના નવા સ્ત્રોત ખુલશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.