આજે એટલે કે 13મી જુલાઈના રોજ જ્યોતિષશાસ્ત્રમાં એક દુર્લભ અને મહત્વપૂર્ણ ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે. બુદ્ધિનો કારક બુધ અને આત્માનો કારક સૂર્ય એક જ રાશિમાં બિલ્કુલ સમાન ડિગ્રી પર એટલે કે 0 ડિગ્રી પર આવી જશે. જ્યારે આ બે મિત્ર ગ્રહો એક જ રાશિમાં બિલ્કુલ સમાન ડિગ્રી પર મળે છે, ત્યારે એક ખૂબ જ શક્તિશાળી દ્રષ્ટિ યોગ અને યુતિ યોગનું નિર્માણ થાય છે.
જ્યોતિષીય ગણતરીઓ પ્રમાણે શૂન્ય ડિગ્રી પર બે ગ્રહોનું મિલન એક કોસ્મિક રીબુટ જેવું છે, જે તે રાશિમાં જૂની વસ્તુઓને ખતમ કરીને નવી શરૂઆત અને અપાર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ મહાસંયોગથી કેટલીક વિશેષ રાશિના જાતકોના જીવનમાં પ્રગતિ, માન-સન્માન અને ધન લાભના નવા દ્વાર ખુલશે. ચાલો જાણીએ કે આ દુર્લભ યોગથી કઈ રાશિના જાતકોનું કિસ્મત ચમકી ઉઠશે...
મેષ:
મેષ રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. 0 ડિગ્રી પર આ યુતિ તમારા કરિયરમાં નવી અને શાનદાર તકો લાવશે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવા અથવા નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ એકદમ યોગ્ય સમય છે. સરકારી ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોનો મોટો લાભ મળી શકે છે. સમાજમાં તમારું વર્ચસ્વ વધશે.
મિથુન:
તમારી રાશિનો સ્વામી બુધ હોવાના કારણે સૂર્ય સાથેની તેની આ યુતિ તમારા માટે અત્યંત ફળદાયી રહેશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં ગજબનો સુધારો જોવા મળશે. બિઝનેસમાં અટકેલી ડીલ અચાનક પૂર્ણ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે. તમારી સંવાદ શૈલી એટલી અસરકારક રહેશે કે લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે.
સિંહ:
સૂર્ય તમારી રાશિનો સ્વામી છે અને બુધ સાથે શૂન્ય ડિગ્રી પર આવીને તે તમારી ઉર્જા બમણી કરી દેશે. તમારા આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે. કાર્યક્ષેત્ર પર તમને તમારા સીનિયર્સ અને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. પૈતૃક સંપત્તિમાંથી લાભ થવાના યોગ છે. જો તમે કાનૂની મામલો ચાલી રહ્યો છે, તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આ યુતિ ભાગ્યનો ભરપૂર સાથ લઈને આવી રહી છે. જૂની સમસ્યાઓથી રાહત મળશે. તમારા જીવનમાં નવી સ્થિરતા આવશે. રોકાણથી મોટો નફો થવાની અપેક્ષા છે. કાર્યક્ષેત્ર પર તમારા કામની પ્રશંસા થશે. તમને મોટી જવાબદારી અથવા પદ પ્રતિષ્ઠા મળી શકે છે. તમે ખુદને આર્થિક રીતે વધુ સુરક્ષિત અનુભવશો.
ધન:
ધન રાશિના જાતકો માટે આ યુતિ નવા વિચારો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપશે. તમારી યોજનાઓ હવે સાકાર થવા લાગશે. બિઝનેસમાં પાર્ટનરશિપથી ફાયદો થશે. જે લોકો વિદેશ યાત્રા અથવા ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આર્થિક તંગી દૂર થશે.