Tue Aug 25 2026

Logo

ગુરુએ કર્યું નક્ષત્ર પરિવર્તન, આગામી બે મહિના સુધી જલસા કરશે ચાર રાશિના જાતકો...

2026-06-19 16:41:32
Author: Darshana Visaria
ગુરુએ કર્યું નક્ષત્ર પરિવર્તન, આગામી બે મહિના સુધી જલસા કરશે ચાર રાશિના જાતકો...

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ ગુરુને જ્ઞાન, ભાગ્ય, સંપત્તિ અને પ્રગતિના કારક માનવામાં આવે છે. ગુરુ ગ્રહ જ્યારે પણ પોતાની ચાલ બદલે છે, ત્યારે તમામ 12 રાશિઓના જીવન પર તેની વ્યાપક અસર પડે છે. 18મી જૂન, 2026ના રોજ દેવગુરુ ગુરુએ વૃષભ રાશિ છોડીને પુષ્ય નક્ષત્રમાં ગોચર કર્યું છે અને આગામી બે મહિના સુધી તેઓ આ જ સ્થિતિમાં રહેશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 

જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને 'બધા નક્ષત્રોનો રાજા' માનવામાં આવે છે. આ નક્ષત્ર અત્યંત શુભ, કલ્યાણકારી અને સિદ્ધિઓ આપનારું છે. આવા સર્વશ્રેષ્ઠ નક્ષત્રમાં ગુરુનું આગમન કેટલીક ખાસ રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલનારું સાબિત થવા જઈ રહ્યું છે. આ ગોચરથી કઈ ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે અને તેમના જીવનમાં સુવર્ણ યુગની શરૂઆત થશે, ચાલો જાણીએ વિસ્તારથી...

તુલાઃ 
તુલા રાશિના જાતકો માટે ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન વરદાન સમાન સાબિત થશે. જો તમારી કોઈ પૂર્વજોની મિલકત કે જમીન-મકાન સંબંધિત બાબતો કોર્ટ-કચેરીમાં અટકેલી હતી, તો તેમાં હવે તમને સફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને અચાનક મોટો નાણાકીય લાભ થવાની પ્રબળ શક્યતાઓ છે. નોકરી કે બિઝનેસમાં લાંબા સમયથી ચાલી આવતી અસ્થિરતા દૂર થશે અને તમારી કરિયર મજબૂત સ્થિતિમાં પહોંચશે.

મેષઃ
મેષ રાશિના લોકો માટે આ ગોચર સાહસ અને પરાક્રમમાં વધારો કરનારું રહેશે. કાર્યક્ષેત્રે તમારી નિર્ણય શક્તિની પ્રશંસા થશે અને સાથી કર્મચારીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ તરફથી તમને ભરપૂર સહયોગ મળશે. જો તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્યો ઘણા સમયથી અટકેલા પડ્યા હતા, તો તે હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે. આ પરિવર્તન તમારી આર્થિક સ્થિતિને પહેલા કરતાં વધુ મજબૂત બનાવશે.

કર્કઃ
પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે, જે કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળ આપનારા માનવામાં આવે છે. આ કારણે ગુરુનું પુષ્ય નક્ષત્રમાં આગમન તમારા વ્યક્તિગત વિકાસ અને આર્થિક રોકાણ માટે ઉત્તમ તક લઈને આવ્યું છે. આ સમયગાળામાં કરેલું રોકાણ ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. સમાજ અને કાર્યસ્થળ પર તમારી લોકપ્રિયતા અને માન-પ્રતિષ્ઠામાં જબરદસ્ત વધારો થશે.

ધનઃ
ધન રાશિના જાતકો માટે આ ગોચર નવી આશાના કિરણો લઈને આવ્યું છે. નોકરી કે વ્યવસાય અર્થે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે હવે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. આ ઉપરાંત, કાર્યક્ષેત્રમાં પ્રગતિની નવી અને મોટી તકો તમારા દ્વાર ખખડાવશે. જેઓ શિક્ષણ, સંશોધન કે જ્ઞાનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેઓ આ સમય દરમિયાન નોંધપાત્ર સફળતા હાંસલ કરશે.