Fri Sep 04 2026

Logo

24 કલાક બાદ ગુરુ અને ચંદ્ર બનાવશે ખાસ રાજયોગ, ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ...

2026-04-20 16:00:04
Author: Darshana Visaria
24 કલાક બાદ ગુરુ અને ચંદ્ર બનાવશે ખાસ રાજયોગ, ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ...

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અને ચંદ્રની યુતિ અત્યંત શુભ માનવામાં આવે છે અને 24 કલાક બાદ એટલે કે આવતીકાલે મિથુન રાશિમાં આ બંને ગ્રહોની યુતિ થઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 21મી એપ્રિલના રોજ બપોરે 1 વાગ્યે મિથુન રાશિમાં ચંદ્ર ગોચર કરશે, જ્યાં દેવગુરુ પહેલાંથી જ ગુરુ બિરાજમાન છે. આવી સ્થિતિમાં મિથુન રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિ થઈ રહી છે. બંનેની આ યુતિને કારણે 'ગજકેસરી રાજયોગ' નું નિર્માણ થશે. આ રાજયોગ 23મી એપ્રિલ સુધી અમલમાં રહેશે, જે કેટલીક રાશિઓ માટે ધન અને સમૃદ્ધિના દ્વાર ખોલશે. 

ગજકેસરી રાજયોગને જ્યોતિષશાસ્ત્રમાં સફળતા, જ્ઞાન અને આર્થિક લાભનો કારક માનવામાં આવે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને લાભ થઈ રહ્યો છે. 

મિથુન: 
મિથુન રાશિમાં જ ચંદ્ર અને ગુરુની યુતિ થઈ રહી છે જેને કારણે તમને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. જીવનની મુશ્કેલીઓ દૂર થશે અને નોકરીમાં સફળતાના યોગ છે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને શાંતિ વધશે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. 

વૃષભ: 
વૃષભ રાશિના જાતકો માટે મિથુન રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિથી બની રહેવો આ ગજકેસરી રાજયોગ એક પછી એક સફળતા અને સિદ્ધિઓ લઈને આવી રહ્યો છે. રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે આ સમયે રોકાણ કરવા માટે સોનેરી તક લઈને આવી છે. કમાણીમાં વધારો થશે અને જીવનસાથીનો સહયોગ મળશે. જોકે, વાણી પર સંયમ રાખવો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે આ સમયહાળો અનુકૂળ રહેવાનો છે. આ સમયે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય અત્યંત નફાકારક સાબિત થશે. નોકરીમાં નવા પ્રસ્તાવ મળી શકે છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે અને પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.